New Update
-
આજે તારીખ 23મી માર્ચ
-
શહીદ દિન નિમિત્તે કાર્યક્રમો યોજાયા
-
ભરૂચમાં યુવા ભાજપ દ્વારા આયોજન
-
વિશાળ બાઈક રેલીનું કરાયુ આયોજન
-
ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત
ભરૂચ જિલ્લા યુવા મોરચા દ્વારા શહીદ દિન નિમિત્તે રેલી સહિતના કાર્યક્રમો થકી શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.
ભરૂચ જિલ્લા ભાજપ અને ભાજપ યુવા મોરચા દ્વારા શહીદ દિવસની ઉજવણીના ભાગરૂપે શહેરના ઝાડેશ્વર સ્થિત સાઇ મંદિરથી એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ બાઇક રેલી સાઈ મંદિરેથી નીકળી તુલસીધામ ,જ્યોતિનગર,કસક સર્કલ,સ્ટેશન પાંચબત્તી થઈ શહેરના સ્ટેચ્યુ પાર્ક ખાતે વીર શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયતના કારોબારીના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, પાલિકા કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, યુવા મોરચાના પ્રમુખ રૂષભ પટેલ સહિત મોટી સંખ્યામાં યુવા કાર્યકરો જોડાઈ વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
Latest Stories