ભરૂચ : રાષ્ટ્રીય સિનેમા દિવસ નિમિત્તે કલાકાર ડો. તરુણ બેન્કરના મુખે સાંભળો સિનેમાની વાતો...

આજે તા. 20મી સપ્ટેમ્બર એટલે કે, રાષ્ટ્રીય સિનેમા દિવસ... ત્યારે આજના દિવસે ભરૂચ સહિત દેશભરના સિનેમાપ્રેમીઓએ થિયેટરમાં કોઈપણ ફિલ્મને ફક્ત 99 રૂપિયામાં નિહાળવાની મજા મળી હતી.

New Update

તા. 20મી સપ્ટેમ્બર એટલે રાષ્ટ્રીય સિનેમા દિવસ

125 વર્ષોથી પણ વધુ રહ્યો સિનેમાની સફરનો કાળ

ભરૂચ સહિત દેશભરના સિનેમાપ્રેમીઓ માટે ઓફર

થિયેટરમાં ફિલ્મને ફક્ત રૂ. 99માં નિહાળવાની મજા

લાંબા સમય બાદ અનેક દર્શકો થિયેટર તરફ વળ્યા

આજે તા. 20મી સપ્ટેમ્બર એટલે કેરાષ્ટ્રીય સિનેમા દિવસ... ત્યારે આજના દિવસે ભરૂચ સહિત દેશભરના સિનેમાપ્રેમીઓએ થિયેટરમાં કોઈપણ ફિલ્મને ફક્ત 99 રૂપિયામાં નિહાળવાની મજા મળી હતી.

સવાસો કરતા પણ વધુ વર્ષોની સિનેમાની સફરમાં કોરોના કાળ બાદ સીનેમાપ્રેમીઓને પુનઃ થીયેટરો તરફ વાળવા રાષ્ટ્રીય સિનેમા દિવસ નિમિત્તે દેશભરના સિનેમાપ્રેમીઓ થિયેટરમાં કોઈપણ ફિલ્મને ફક્ત 99 રૂપિયામાં નિહાળી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છેત્યારે આ જાહેરાત થયાના લાંબા સમય બાદ ફરી એકવાર મોટી સંખ્યામાં દર્શકો થિયેટર તરફ વળ્યા છે. આ સફળતાને રાષ્ટ્રીય સિનેમા દિવસ પર સેલિબ્રેટ કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે પણ ભરૂચ સહિત તમામ શહેરોમાં આજના દિવસે રૂ. 99માં તમામ ફિલ્મોની મજા માણવાની સિનેમાપ્રેમીઓને સુવિધા આપવામાં આવી હતી. સિનેમાની આ સવાસો કરતા વધુ વર્ષોની સફર દરમ્યાન તેના બદલાયેલા ટેકનિકલ ક્લેવર સહિતની રસપ્રદ વિગતો ભરૂચના જાણીતા કલાકાર ડો. તરુણ બેન્કરે વર્ણવી રાષ્ટ્રીય સિનેમા દિવસની ઉજવણીનો હેતુ સ્પષ્ટ કર્યો હતો.

Latest Stories