New Update
ભરૂચના નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગામના નવી વસાહત ફળીયામાં રહેતા સતીષભાઇ વનમાળીભાઇ રાઠોડ (ઉ.૫૫) ગામના પાદરે આવેલ ચેકડેમમાં સવારના સમયે પગ લપસી જવાથી પાણીમાં પડ્યા હતા.બનાવની જાણ ગ્રામજનો થતાં તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી સતીષભાઇ રાઠોડને બચાવાના પ્રયત્નો હાથ ધયૉ હતા પરંતુ પાણીમાં અંદર ખેંચાતા ડુબી જવાથી કરૂણ મોત નિપજ્યું હતું.
મૃતકનો મૃતદેહ બહાર કાઢવા માટે ઝઘડીયા જીઆઇડીસીમાંથી બે ફાયરબ્રિગેડની ગાડી તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.બનાવ અંગે નેત્રંગ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
Latest Stories