New Update
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી, 600થી વધુ યોગસાધકો જોડાયા
ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા તારીખ 29 નવેમ્બર રવિવારના રોજ વિશ્વ હૃદય દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચની SVMIT કોલેજ ખાતે 600થી પણ વધારે યોગસાધકોએ વહેલી સવારે સાથે મળીને યોગ પ્રાણાયામ અને ધ્યાન કર્યું હતું. આ કાર્યક્રમનું આયોજન લગભગ 33 જિલ્લાઓમાં વિવિધ સ્થળોએ કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં અધિક કલેકટર એન.આર.ધાંધલ,એસ.વી.એમ.આઈ.ટી.ના ટ્રસ્ટી જીવરાજ મહેતા, જે.પી કોલેજના આચાર્ય નીતિન પટેલ, બ્રહ્માકુમારીના અમિતાબેન GNFC ના સ્પોર્ટ એન્ડ ક્લબના પ્રેસિડેન્ટ પંકજ પુરોહિત અને વાઇસ પ્રેસિડેન્ટ રાકેશભાઈ પ્રજાપતિ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
Latest Stories