અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા કરાયું આયોજન
વાલિયાના ડેહલીથી ભાવનગરના રાજપરા પદયાત્રા
51 ગજની ધ્વજા સાથે પદયાત્રા સંઘ પ્રસ્થાન કરાયો
28 વર્ષથી કરવામાં આવે છે પદયાત્રાનું આયોજન
મોટી સંખ્યામાં પદયાત્રીઓ પદયાત્રામાં જોડાયા
ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ડેહલી ગામથી અખિલ ભારતીય સંત સમિતિના નેજા હેઠળ 51 ગજની ધ્વજા સાથે પદયાત્રા સંઘ ભાવનગરના રાજપરા માઁ ખોડિયારના સાનિધ્યમાં જવા માટે પ્રસ્થાન થયો હતો.
અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મસેના ભરૂચ જિલ્લા દ્ધારા વાલિયા તાલુકાના ડેહલી ગામથી છેલ્લા 28 વર્ષથી વાલીયા તાલુકા સંત સમિતિના પ્રમુખ ખુમાન (ભગત) વસાવાની આગેવાનીમાં 51 ગજની ધ્વજારોહણ માટે 1200થી 1400 ભાઈ-બહેનોની વાલિયાથી ભાવનગરના રાજપરા સ્થિત ખોડીયાર માતાજીના મંદિર સુધી આયોજિત પદયાત્રાને અખિભ ભારતીય સંત સમિતિના સંયોજક અરવિંદ બ્રહ્મભટ્ટ, પ્રયાગરાજના પ.પૂ. મહામંડલેશ્વર મહારાજ સંન્યાસી સંત સંજયગીરી મહારાજ પાયલોટ બાબાના શિષ્ય હરીદ્વાર દ્ધારા ખોડીયાર માતાજીની આરતી કરી પદયાત્રીઓને ફુલહાર પહેરાવી પદયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રસંગે હીન્દુ ધર્મ સેના ગુજરાતના સંરક્ષણ દેવુભા કાઠી, હીન્દુ ધર્મ સેના દક્ષિણ ગુજરાત પ્રમુખ સુધીરસિંહ અટોદરીયા, પ્રદેશ મહામંત્રી સંજય બ્રહ્મભટ્ટ, હીન્દુ ધર્મ સેના પ્રમુખ-અંકલેશ્વર શહેર રોકી પરમાર, ભરૂચ શહેર પ્રમુખ રાહુલ વસાવા, ભરૂચ પ્રગટેશ્વર મહાદેવ મંદિરના મહંત સંત રાજુ ભગત, કમળા માતા મંદિરના ગુરુમાઁ ગોપી દીદી, જય માતાજી ટ્રસ્ટના પ્રમુખ મિનાબેન, વાલિયા પ્રમુખ ગજેન્દ્રસિંહ પીલુદરીયા, પ્રકાશ વસાવા, જીગર વસાવા, બળવંત વસાવા, રાજેન્દ્રસિંહ મહીડા, શંભુ ઠાકોર, ભરૂચ પ્રગટેશ્વર મહાદેવ ભંજન મંડળીના બહેનો સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.