ભરૂચ: પાલેજ પોલીસે IPLની મેચ પર સટ્ટો રમાડતા એક આરોપીની કરી ધરપકડ

ભરૂચની પાજેલ પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી એ દરમ્યાન બાતમી મળી હતું કે પાલેજ એસ.કે.નગર-૨ ખાતે રહેતો સેહજાદ સબીર પટેલ રહેણાંક મકાનની સામે ખુલ્લી જગ્યામાં પોતાના અંગત આર્થિક ફાયદા સારૂ હાલમાં ચાલી

New Update
aaa

પાલેજ પોલીસે IPLની મેચ પર સટ્ટો રમાડતા એક આરોપીની કરી ધરપકડ

ભરૂચની પાજેલ પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી એ દરમ્યાન બાતમી મળી હતું કે પાલેજ એસ.કે.નગર-૨ ખાતે રહેતો સેહજાદ સબીર પટેલ રહેણાંક મકાનની સામે ખુલ્લી જગ્યામાં પોતાના અંગત આર્થિક ફાયદા સારૂ હાલમાં ચાલી રહેલ આઇ.પી.એલ. ૨૦૨૫ની ક્રિકેટ મેચ પર સટ્ટો રમાનાર હોય તે ક્રિકેટ મેચ ઉપર મોબાઈલ ફોન દ્રારા ક્રિકેટ મેચ ઉપર સટ્ટા બેંટીંગનો હાર-જીતનો જુગાર રમી-રમાડે છે.
જે બાતમી આધારે રેડ કરી સ્થળ પરથી મળી આવેલ ઇસમની અંગઝડતીનાં રોકડા રૂપિયા-૧૧,૨૫૦/- તથા મોબાઇલ નંગ-૦૧ જેની કિ.રૂ.-૩,૦૦૦/- તથા સદર ઇસમના મોબાઇલ ફોનમાં ક્રીકેટ સટ્ટો ચાલુ હતો.પોલીસે રૂ.14 હજારના મુદ્દામાલ સાથે આરોપી સેહજાદ  સબીર પટેલ રહે, પાલેજ ગામની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.