ભરૂચ: પંડવાઈ સુગર ફેક્ટરીની વાર્ષિક સાધારણ સભા મળી, રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત

શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉધોગ મંડળી લી. પંડવાઈની ૩૫મી વાર્ષિક સાધારણ સભા રાજ્યકક્ષાના મંત્રી અને સુગર ફેકટરીના ચેરમેન ઇશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં યોજાય

New Update
  • ભરૂચના હાંસોટમાં આવેલી છે સુગર ફેકટરી

  • પંડવાઈ સુગર ફેકટરીમાં આયોજન

  • વાર્ષિક સાધારણ સભાનું આયોજન

  • મંત્રી ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત

ભરૂચના હાંસોટની પંડવાઈ સુગર ફેકટરીની 35મી વાર્ષિક સાધારણ સભા રાજયકક્ષાના મંત્રી અને સંસ્થાનાં ચેરમેન ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને મળી હતી. અંકલેશ્વર, હાંસોટ, વાલીયા, ઓલપાડ, માંગરોલ અને માંડવી તાલુકાનાં ખેડૂતોની જીવાદોરી સમાન શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉધોગ મંડળી લી. પંડવાઈની ૩૫મી વાર્ષિક સાધારણ સભા રાજ્યકક્ષાના મંત્રી અને સુગર ફેકટરીના ચેરમેન ઇશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં યોજાય હતી.
ગત પિલાણ સિઝનમાં શેરડીનાં સારા ભાવો ચુકવવા બદલ ઇશ્વરસિંહ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું.સાથે જ વાર્ષિક અહેવાલો મંજુર કરવામાં આવ્યા હતા.ઇશ્વરસિંહ પટેલે  શેરડીના પાકને ભૂંડ અને નિલગાયથી થતા નુકશાન બાબતે ચિંતા વ્યક્ત કરી ખેડૂતોને શેરડીના પાકના રક્ષણ માટે પ્રયાસ કરવા અપીલ કરી હતી.
આ પ્રસંગે ઇન્ચાર્જ મેનેજિંગ ડિરેકટર  મુકેશ પટેલ, સંસ્થાનાં ઉપપ્રમુખ અરવિંદ પટેલ, સાયણ સુગરના વાઈસ ચેરમેન મનુભાઈ પટેલ, સંસ્થાના વ્યવસ્થાપક મંડળના સભ્યો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા
Latest Stories