New Update
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી છે શાળા
સંસ્કાર વિદ્યાભવન શાળાનો વધુ એક વિવાદ
સ્કૂલ વાહનોને અડધો કી.મી.દૂર ઉભા રખાય છે
સ્કૂલમાંથી જ નાસ્તા માટે દબાણ કરાતું હોવાના આક્ષેપ
શાળા સંચાલકોએ પ્રશ્નોના નિરાકરણની ખાતરી આપી
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ સંસ્કાર વિદ્યાભવનમાં વાલીઓએ વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્ને વિરોધ નોંધાવી શાળા સંચાલકોને રજૂઆત કરી હતી ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ સંસ્કાર વિદ્યાભવન શાળા હંમેશા વિવાદોમાં સપડાતી રહે છે. તાજેતરમાં જ જિલ્લાશિક્ષણાધિકારીએ શાળાને લોગો વાળી બુકના વેચાણ મામલે નોટીસ પાઠવ્યા બાદ વધુ એક વિવાદ સામે આવ્યો છે.
આજરોજ વાલીઓએ શાળા પર હોબાળો મચાવ્યો હતો અને આચાર્યને રજુઆત કરી હતી.વાલીઓના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીઓને મુકવા આવતા સ્કૂલવાહનોને શાળાએથી અડધો કિલોમીટર દૂર પાર્ક કરાવવામાં આવે છે જેના પગલે વિદ્યાર્થીઓએ ચોપડા ભરેલ બેગ ઊંચકી ચાલતા સ્કૂલ સુધી પહોંચવું પડે છે.
આ ઉપરાંત કાળઝાળ ગરમી વચ્ચે શાળામાં વારંવાર વીજળી ડુલ થઈ જાય છે આમ છતાં જનરેટર સહિતની સુવિધા ન હોવાના કારણે વિદ્યાર્થીઓએ ગરમીમાં શેકાવાનો વારો આવે છે. તો બીજી તરફ શાળામાંથી અપાતા ભોજનની ગુણવત્તા ન હોવા છતાં સંચાલકો દ્વારા શાળામાં ફરજિયાત ભોજનનો નિયમ અમલી બનાવવામાં આવ્યો છે જેની સામે વાલીઓએ રોષ વ્યક્ત કરી તેઓના પ્રશ્નોના નિરાકરણની માંગ કરી હતી
અંગે શાળાના આચાર્ય શૈલજા સિંગે જણાવ્યું હતું કે કેટલાક વાલીઓ દ્વારા તેમના પ્રશ્નો બાબતે રજૂઆત કરવામાં આવી છે.આ તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
Latest Stories