New Update
/connect-gujarat/media/media_files/2025/03/09/OkxcdcPLBjZwH2BxZHEi.jpg)
ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ ઇન્સ્પેકટર એ.કે.જાડેજાના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફર્લો સ્કોડની ટીમના જિલ્લામાં બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે કામગીરી કરતા હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે માહીતી મળી હતી કે દહેજ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનાનો ફરાર આરોપી વડોદરા જીલ્લાના મકરપુરા વિસ્તાર ખાતે છે જેથી ભરૂચ પેરોલ ફર્લો સ્કોડની ટીમેં દરોડા પાડી આરોપી સુરેશભાઈ કિશોરભાઈ જાતે પગી હાલરહે, જશોદા કોલોની, મકરપુરાની ધરપકડ કરી હતી અને તેને દહેજ પોલીસને હવાલે કર્યો હતો.આરોપી ચોરીના ગુનામાં છેલ્લા 15 વર્ષથી ફરાર હતો જેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.
Latest Stories