New Update
/connect-gujarat/media/media_files/2025/01/29/PfZWhcFLF4E7Gzh0XLfl.jpg)
ભરૂચ પેરોલ ફર્લો સ્કોડની ટીમના કર્મચારીઓ જિલ્લાના બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ પકડવા ભાવનગર જીલ્લા ખાતે તપાસમાં ગઈ હતી અને ત્યાં જઇ હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે ઝઘડીયા પોલીસ મથકના ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપી રાકેશ સેકુભાઇ ડાવરને તા.૨૯/૦૧/૨૦૨૫ના રોજ ભાવનગર જીલ્લાના પાલીતાણા તાલુકાના દુધાળા ગામેથી પકડી બી.એન.એન.એસ. કલમ ૩૫(૧)જે મુજબ અટકાયત કરવામાં આવી હતી તેમજ આગળની કાર્યવાહી માટે ઝઘડીયા પોલીસને સોંપવામાં આવ્યો છે.આરોપી ઝઘડિયા પોલીસ મથકના ચોરીના ગુનામાં છેલ્લા 3 વર્ષથી ફરાર હતો જેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.
Latest Stories