ભરૂચ પેરોલ ફર્લો સ્કોડ ટીમના પીએસઆઈ ડી.એ.તુવરના માર્ગદર્શન હેઠળ ટીમના પોલીસ જવાનોએ જિલ્લાના બનેલા ગુનાઓમાં વોન્ટેડ તથા નાસતા ફરતા આરોપીઓ પકડવા ઝઘડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
આ દરમિયાન બાતમીના આધારે ઝઘડીયામાં મારામારીના ગુનાના વોન્ટેડ આરોપીઓ ધર્મેશ મુકેશભાઇ ઠાકોર અને સુનીલ મુકેશભાઇ ઠાકોરને લીમોદરા ગામથી ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમના વિરુધ્ધ બી.એન.એન.એસ.કલમ 35(1)(જે) મુજબ અટક કરીને વધુ તપાસ અર્થે ઝઘડીયા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા હતા