New Update
/connect-gujarat/media/media_files/2024/12/18/9JYsWxnuh4LID3TrzXVf.jpg)
ભરૂચ પેરોલ ફર્લો સ્કોડની ટીમ જિલ્લાના બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ પકડવા પ્રયત્નો હાથ ધરતા બાતમીના આધારે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકના ગુનાના નાસતા ફરતા આરોપી તેલુ ભિલાલાને તા.૧૭/૧૨/૨૦૨૪ નારોજ અમરેલી જીલ્લાના બાબરા તાલુકાના ખાખરીયા ગામેથી પકડી બી.એન.એન.એસ. કલમ ૩૫(૧) મુજબ અટક કરવામા આવી હતી. આ મામલામાં આગળની કાર્યવાહી અંકલેશ્વર રૂરલ પોલીસ કરી રહી છે.ઝડપાયેલ આરોપી અંકલેશ્વર રૂરલ પોલીસ મથકના ચોરીના ગુનામાં છેલ્લા સાત વર્ષથી ફરાર હતો જેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે