New Update
-
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
-
એ ડિવિઝન પોલીસ મથક ખાતે આયોજન
-
શાંતિ સમિતિની બેઠક યોજાઇ
-
તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવા અપીલ
-
હિન્દૂ-મુસ્લિમ આગેવાનો રહ્યા ઉપસ્થિત
ભરૂચ શહેર જિલ્લામાં આગામી દિવસોમાં આવતા મુસ્લિમ સમુદાયનો બકરી ઈદ અને રથયાત્રાનો તહેવાર શાંતિપૂર્ણ માહોલ અને કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં સમ્પન થાય તે અર્થે એ ડીવીઝન પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી.
આગામી સમયમાં એટલે કે 7 મી જૂનના રોજ મુસ્લિમ સમાજનો બકરી ઇદનો તહેવાર આવે છે અને રથયાત્રાના તહેવારની પણ ઉજવણી કરવામાં આવશે ત્યારે શહેરમાં દરેક તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયા તે અર્થે શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં પીઆઈ આર.એમ.વસાવાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક રાખવામાં આવી હતી. દરેક ધર્મના તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ તે હેતુસર બંને કોમના લોકોને અપીલ કરી શાંતિપુર્ણ માહોલમાં તહેવારની ઉજવણી કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં હિન્દૂ- મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા
Latest Stories