-
ગુજરાત પોલીસમાં 12,472 જગ્યા માટે ભરતી પ્રક્રિયા
-
રાજ્યમાં 15 ગ્રાઉન્ડ પર શારીરિક કસોટી શરૂ
-
ભરૂચ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉમેદવારોની ભીડ
-
SPની હાજરીમાં શારીરિક કસોટીની કરાઈ શરૂઆત
-
કડકડતી ઠંડીમાં ઉમેદવારોએ કૌવત બતાવ્યું
ગુજરાત રાજ્યમાં પોલીસ ભરતી માટે શારીરિક કસોટીની પરીક્ષા શરૂ કરવામાં આવી છે,જે અંતર્ગત ભરૂચ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પણ મોટી સંખ્યામાં ઉમેદવારોએ કડકડતી ઠંડીમાં શારીરિક કસોટીમાં ભાગ લીધો હતો.
ગુજરાત પોલીસમાં 12,472 ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે રાજ્યમાં 15 અલગ અલગ ગ્રાઉન્ડ પર આજરોજ તારીખ 8મી જાન્યુઆરીથી 31મી જાન્યુઆરી સુધી શારીરિક કસોટીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડની શારીરિક કસોટી માટે ભરૂચ જિલ્લાને પસંદ કરાયો છે.અને ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ આજરોજ વહેલી સવારથી ભરૂચના પોલીસ હેડ ક્વાર્ટસમાં આવેલા પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.જેમાં પોલીસ ગ્રાઉન્ડ ખાતે રજીસ્ટ્રેશન,દોડ,ઊંચાઈ,વજન,છાતી સહિત શારીરિક કસોટી ઉમેદવારોએ આપી હતી.
આ ઉપરાંત પોલીસ દ્વારા મેડીકલ ટીમ,એમ્બ્યુલન્સ સહિતની ટીમો પણ ભરતી પ્રક્રિયા સુધી સ્થળ પર તૈનાત કરવામાં આવી છે.ભરતી પ્રક્રિયાની શરૂઆત થતા જ ઉમેદવારોનો ઠંડીમાં પણ જોશ અને જુસ્સો નજરે પડ્યો હતો.