New Update
ભરૂચ જિલ્લામાં સમગ્ર તંત્ર દ્વારા મિશન મોડ ઉપર સર્વે અને લોક જાગૃતી અભિયાન અને લાભ વિતરણ કેમ્પોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં ભરૂચ જિલ્લા તંત્ર દ્વારા આદિમજુથના પરિવારોને વિવિધ યોજનામાં સમાવવાનો સરાહનિય પ્રયાસ હાથ ધરાયો છે.નબળા આદિવાસી જૂથ- પીવીટીજીના લાભાર્થીઓના જીવનશૈલીમાં સુધાર કરવાના ઉમદા આશય સાથે ભરૂચ જિલ્લામાં આદિમજુથ સમુદાયના લાભાર્થીઓને વિવિધ યોજનાઓના (૧૦૦ %) લાભ મળી રહે એ હેતુસર પીએમ જનમન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું રહ્યું છે.
PM-JANMAN અંતર્ગત PVTGનાં લાભાર્થીઓને જાતિનું પ્રમાણપત્ર, આધારકાર્ડ, લીડ બેન્ક અંતર્ગત પ્રધાનમંત્રી જનધન બેન્ક એકાઉન્ટ, આવકના દાખલો, રેશનકાર્ડ તથા ઉજ્જલા યોજના, આયુષ્યમાન ભારત કાર્ડ માટે બાકી રહેલ લાભાર્થીને લાભ આપવા માટે તેમજ સિકલસેલ એનિમિયા, ટીબી નિર્મૂલનનો મેડીકલ કેમ્પ આજરોજ મોઝા ગામના હાથકુંડી ફળીયા ખાતે પીએમ જનમન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
Latest Stories