ભરૂચ : કવિમિત્રોએ બુધસભામાં સુંદર રચનાઓ રજુ કરતા વાતાવરણમાં ભળ્યો કવિરસ

ભરૂચ શહેરમાં બુધવારે કવિમિત્રોની કવિરસથી તરબોળ કરતી બુધસભા મળી હતી.જેમાં કવિશ્રીઓ દ્વારા સુંદર રચનાઓનો રસથાળ પીરસવામાં આવ્યો હતો.

New Update
IMG-20250619-WA0009

ભરૂચ શહેરમાં બુધવારે કવિમિત્રોની કવિરસથી તરબોળ કરતી બુધસભા મળી હતી.જેમાં કવિશ્રીઓ દ્વારા સુંદર રચનાઓનો રસથાળ પીરસવામાં આવ્યો હતો.

IMG-20250619-WA0004

ભરૂચ શહેરના લિંક રોડ સ્થિત શ્રવણ વિદ્યાલયમાં બુધવારની સાંજે કવિમિત્રોની બુધસભા મળી હતી.આ પ્રસંગે સાગરમલ પારીક,જતીન પરમાર,ડો.હેમંત ચૌહાણ,કમલેશ ચૌધરી,પ્રમોદ પંડ્યા,રમેશ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે બ્રિજ પાઠક અને અનિલ વાળા ઓનલાઇન બુધસભામાં જોડાયા હતા,કવિમિત્રોએ કવિરસ પીરસીને સમગ્ર કાર્યક્રમને કવિરસમાં તરબોળ કરી દીધો હતો. આ યાદગાર બુધસભામાં કવિ અનિલ વાળાના ત્રણ ગીત અને બે ગઝલ તથા બુધસભાના કવિઓની ગીતઅછાંદસ,ગઝલની  રચનાઓએ વાતાવરણમાં કવિરસની સોડમ પ્રસરાવી દીધી હતી.

Latest Stories