New Update
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઈન્સ્પેક્ટર એમ.એમ.રાઠોડ એલ.સી.બી.ની ટીમ નાઈટ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે "નેશનલ હાઈવે નંબર ૪૮ નબીપુર બ્રીજ નજીક આવેલ હોટલ વિસામોના સંચાલકે તેની હોટલના કમ્પાઉન્ડમાં બંધ હાલતમાં પડેલ ટ્રકોની ડીઝલ ટેન્કમાં શંકાસ્પદ ડીઝલનો જથ્થો સંતાડી રાખ્યો છે.
જે બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડા પાડતા પોલીસે હોટલ વિસામોના કમ્પાઉન્ડમાં બિનઅધિકૃત સંગ્રહીત ડીઝલના જથ્થા સાથે ત્રણ ઈસમોને ઝડપી
પાડ્યા હતા. પોલીસે નબીપૂરના રહેવાસી ગૌતમસિંગ પપ્પુસિંગ લબાના, સોનુસિંગ કવલજિત મજબીશીખ અને રણજીતસિંગ સતનામસિંગ ગીલની
ધરપકડ કરી હતી.તેઓ પાસેથી રૂ.10,800ની કિંમતનું 120 લીટર ડીઝલ પોલીસે કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories