New Update
/connect-gujarat/media/media_files/2025/01/29/lQyaPrykHxDYrfY4mk3R.jpg)
ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના પી.આઈ. એ.એ.ચૌધરી તથા એ.એચ.છૈયાએ પોતાની ટીમને એ.ટી.એસ. ચાર્ટર મુજબની કામગીરી તેમજ જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપતા એસ.ઓ.જી. ટીમ ભરૂચ રૂરલ વિસ્તારમા પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન એ.એસ.આઇ. ગુલામ મહંમદ સરદારખાનને મળેલ બાતમી આધારે ત્રીજા એડીશનલ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટના નેગોસિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના ગુનામાં કોર્ટે આરોપીને બે વર્ષ કેદની સજા ફટકારી હતી.
આ વોરંટમાં ધરપકડથી બચવા આરોપી સીરાજ મુસા પટેલ, રહે. ૧૭૨, નવીનગરી, કાસદ સાઉથ આફ્રિકા ખાતે ભાગી ગયો હતો.આરોપી સીરાજ પટેલ ભરૂચ ખાતે પરત આવતા તેની કાસદ ગામ સ્થિત તેના ઘરેથી પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આરોપી છેલ્લા 4 વર્ષથી ફરાર હતો જેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.
Latest Stories