New Update
-
ભરૂચના જંબુસરમાં બન્યો હતો બનાવ
-
સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરાયું હતું
-
સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરાયું
-
જંબુસર પોલીસ મથકે નોંધાઇ હતી ફરિયાદ
-
પોલીસે નરાધમ આરોપીની કરી ધરપકડ
ભરૂચના જંબુસરમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ આચરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભરૂચના જંબુસર તાલુકાની એક સગીરાને પ્રેમજાળમાં ફસાવી ફરહાન નામનો યુવાન ભગાડી ગયો હતો. બનાવની ફરિયાદ જંબુસર પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસ ઇન્સ્પેકટર એ વી પણામિયાએ ગણતરીના સમયમાં આરોપીને ઝડપી પાડી લોકઅપ ભેગો કરી દીધો છે. આરોપી ફરહાન યુસુફ મલેક સામે સગીરાના અપહરણ અને દુષ્કર્મની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. મામલાની ગંભીરતા પારખી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી અપહરણકાર ફરહાનની ધરપકડ સાથે ભોગ બનનાર સગીરાને પરત લાવી તબીબી તપાસ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories