ભરૂચ: પોલીસે પત્નીને ત્રાસ આપવાના ગુનામાં 10 વર્ષથી ફરાર આરોપીની કરી ધરપકડ

ભરૂચ પોલીસે એક લાંબા સમયથી ફરાર આરોપીની ધરપકડ કરી છે. આ આરોપી છેલ્લા 10 વર્ષથી પોલીસથી નાસતો ફરતો હતો. પોલીસે તેને ભરૂચ બાયપાસ રોડ પાસેથી ઝડપી લીધો છે.

New Update
aaa

પોલીસે પત્નીને ત્રાસ આપવાના ગુનામાં 10 વર્ષથી ફરાર આરોપીની કરી ધરપકડ

ભરૂચ પોલીસે એક લાંબા સમયથી ફરાર આરોપીની ધરપકડ કરી છે. આ આરોપી છેલ્લા 10 વર્ષથી પોલીસથી નાસતો ફરતો હતો. પોલીસે તેને ભરૂચ બાયપાસ રોડ પાસેથી ઝડપી લીધો છે. આરોપી અસ્પાક ઇસ્માઇલ યુસુફ પટેલ સામે વર્ષ 2015માં તેની પત્ની અજમિના પટેલે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપીએ રસોઈ ન આવડવાના બહાને પત્નીને અપમાનિત કરી હતી. સાસરિયાઓએ પણ તેને માનસિક અને શારીરિક ત્રાસ આપ્યો હતો.આરોપી હાલમાં નામ્પુલા (આફ્રિકા)માં રહેતો હતો. તેનું મૂળ નિવાસસ્થાન ભરૂચમાં આરઝુ રેસિડન્સી, જંબુસર બાયપાસ રોડ પર આવેલું છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.