ભરૂચ: એ ડિવિઝન પોલીસે બાઈક ચોરીના મોટા રેકેટનો કર્યો પર્દાફાશ, ચોરીની 10 બાઈક સાથે 2 રીઢા ચોર ઝડપી પાડ્યા

ભરૂચ એ ડિવિઝન પોલીસે ગેરેજમાંથી જૂની બાઇક ખરીદી તેને ભંગારમાં વેચી તેની અસલ RC બુક મુજબની બાઇક ચોરી નંબરો બદલી વેચાણ કરતા બે આરોપીઓને પકડી 10 બાઇક કબ્જે કરી

New Update
  • ભરૂચ એ ડિવિઝન પોલીસને મળી સફળતા

  • બાઈક ચોરીનું મોટું રેકેટ ઝડપી પાડ્યું

  • 2 રીઢા બાઈક ચોરની ધરપકડ

  • ચોરીના 10 બાઈક કબ્જે લેવાયા

  • ભરૂચના વિવિધ વિસ્તારોમાંથી કરી હતી ચોરી

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ગત 29 જાન્યુઆરીએ આમોદના કુડચણ ગામના અબ્દુલ મહંમદ પટેલને ચોરીની બાઇક સાથે પકડી વધુ તપાસ અર્થે ભરૂચ એ ડીવીઝનને સોપાયો હતો. પોલીસ ઇન્સપેક્ટર આર.એમ. વસાવાએ સર્વેલન્સ ટીમને આરોપી અબ્દુલની ઉંડાણ પુર્વક તપાસ કરવા સુચના આપી હતી. 
પકડાયેલ રીઢા આરોપીના કોર્ટમાંથી રીમાન્ડ મેળવી તપાસ દરમ્યાન કબ્જે લીધેલ બાઇકના એન્જીન તથા ચેચીસ નંબર સાથે છેડછાડ કરાયા હોવાનું ખુલ્યું હતું. આરોપી સાવ જુના બિન વપરાશ વાળા બાઇક નજીવી કિંમતે ખરીદી તે વાહનો ભંગારમાં વેચી તેની આર.સી.બુકમાં જણાવેલ મોડલ વાળુ અન્ય બાઇક ચોરી કરતો હતો.
પાલેજના જહીરશા મહેબુબ દિવાન કે જે ટ્રેક્ટરની ટ્રોલી બનાવવાનું અને ટ્રોલીના ચેચીસ નંબર છાપવાનું કામ કરતો હોય. તેની પાસે ચોરી કરેલ બાઇકમાં જુની બાઇકની આર.સી. બુકમાં લખેલ ચેચીસ તથા એન્જીન નંબર કલર કરી છપાવતો હતો. આરોપીએ આ મોડ્સ ઓપરેન્ડીથી ચોરી કરેલા 10 બાઇક અસલ આર.સી.બુક સાથે ભરૂચ, પાલેજ, આમોદ, નવસારી ખાતે વેચ્યા હતા. પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરી વેચેલી ચોરીની 10 બાઇક રીકવર કરી છે. સાથે જ શહેરના શ્રવણ ચોકડી, મઢુલી સર્કલ, મિપ્કો ચોકડી, જંબુસર બાયપાસથી જેની બાઇક ચોરાયેલ હોય તેને જરૂરી પુરાવા સાથે એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવાયું છે.
Latest Stories