New Update
/connect-gujarat/media/media_files/2025/03/05/MQHQb2Mi3rXmZJOOtGRM.jpeg)
ભરૂચના વ્યવસાયિકોને કરજણ હાઇવે પર હોટલ વિશાલા બતાવી રૂપિયા 4 કરોડમાં વેચાણ આપવાના બહાને 11 ભેજાબાજોએ રૂપિયા 2.40 કરોડ ખંખેરી કરી ઠગાઈ
ભરૂચની દહેજ બાયપાસ રોડ પર આવેલી જય વિશાલ સોસાયટીમાં રહેતા ભારતીબેનના પતિ બંસીભાઈ લુણાગરીયા અને જેઠ કિશનભાઈ ભેગા મળી કન્ટ્રકશન તથા હોટલનો વ્યવસાય કરે છે. હોટલના વ્યવસાયમાં પાટણના પરિચિત દલાલ અને રિલીફ હોટલના સંચાલક ઇબ્રાહિમ અશામંદીએ કરજણ હાઇવે નજીક હોટલ વિશાલા બતાવી હતી. જે હોટલ પસંદ આવતા રૂપિયા 4 કરોડમાં ખરીદવાનું નક્કી થયું હતું. હોટલના પાટણ અને મુંબઈના 10 માલિકોને રૂપિયા 2.40 કરોડ પણ ચૂકવી દીધા હતા.
બનાખત બાદ વેચાણ દસ્તાવેજ નહિ કરી આપી 2.40 કરોડની કરાયેલી છેતરપિંડીમાં પાટણના ઇબ્રાહિમ, ફતેહ આસીફ ગુલામ રશુલ, મુંબઈના રીઝવાન ચારોલીયા, અમીન ચારોલીયા, મોહસીન ચારોલીયા, સુલતાન મલપુરા, હુજેફા મોમીન,૮) અબ્દુલ મોમીન, સોહેલ મલપુરા, જુનેદ મલપુરા સહિત 11 આરોપી સામે એ ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે.
Latest Stories