ભરૂચ: આવતીકાલે વિઘ્નહર્તાને નિર્વિઘ્ને વિદાય આપવા પોલીસ વિભાગ સજ્જ

ભરૂચ-અંકલેશ્વર શહેર અને જિલ્લામાં મંગળવારે વિઘ્નહર્તાની વિસર્જન યાત્રા નિર્વિઘ્ને પાર પડે તે માટે જિલ્લા પોલીસ તંત્ર પોલીસ વડાની આગેવાનીમાં કટિબદ્ધ બન્યું છે.

 ભરૂચ: આવતીકાલે વિઘ્નહર્તાને નિર્વિઘ્ને વિદાય આપવા પોલીસ વિભાગ સજ્જ,3317 પોલીસકર્મીઓ રહેશે ખડેપગે તૈનાત
New Update

આંનદ,ઉલ્લાસની છોળો વચ્ચે આસ્થા તેમજ શ્રદ્ધાભેર ભરૂચમાં શ્રીજીનું વિસર્જન સંપન્ન થાય તે માટે ભરૂચમાં 3317 પોલીસકર્મીઓનો કાફલો ખડકી દેવાયો છે. વિસર્જનમાં 1  એસ.આર.પી. કંપની, ડ્રોન, બોડી વૉર્મ કેમેરા, વિડીયો ગ્રાફી સાથે બંદોબસ્ત કાયદો-વ્યવસ્થા જાળવવા ખડેપગે રહેશે.

ભરૂચમાં 5 ડીવાયએસપી, 35 પી.આઈ, 66 પી.એસ.આઈ, 1202 પોલીસ જવાનો, 650 હોમગાર્ડ, 1214 જીઆરડીના જવાનો ખડેપગે તૈનાત રહી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવશે. ભરૂચ અને અંકલેશ્વરમાં નર્મદા નદી કિનારે વિસર્જન ન કરાઇ તે માટે પણ પોલીસ તહેનાત રહેશે. તાજેતરમાં જ કોમી અથડામણની ઘટના બાદ પોલીસ વધુ સતર્ક બની છે અને વિવિધ મંડળોની વિસર્જન યાત્રા સુપેરે પાર પડે, કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભરૂચ જિલ્લા પોલીસ કટિબદ્ધ બની છે.

#Bharuch Police #Bharuch Ganesh Mahotsav #Narmada River Ganesh Visarjan #Ankleshwar Ganesh Visarjan #Ganesh Visarjan #Bharuch Ganesh Visarjan
Here are a few more articles:
Read the Next Article