ભરૂચ: વાલિયામાં શિક્ષક દંપત્તીના ડબલ મર્ડર પ્રકરણમાં 3 ટીમ બનાવી પોલીસ તપાસનો ધમધમાટ, હત્યાનું કારણ હજુ અકબંધ !

મૃતક જીતેન્દ્રસિંહ બોડાદરા વિજયનગર પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા જ્યારે તેમના પત્ની લતાબેન બોડાદરા ભીલોડ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા

New Update
  • ભરૂચના વાલિયામાં બન્યો હતો બનાવ

  • શિક્ષક દંપત્તીના મળ્યા હતા મૃતદેહ

  • મકાનમાંથી જ મૃતદેહ મળી આવ્યા

  • પોલીસે 3 ટીમ બનાવી તપાસ શરૂ કરી

  • મૃતકના સાળાએ હત્યા અંગેનો ગુનો નોંધાવ્યો

ભરૂચના વાલિયાની ગણેશ ગાર્ડન સોસાયટીમાં શિક્ષક દંપતીના થયેલા ડબલ મર્ડર પ્રકરણમાં પોલીસે ત્રણ ટીમ બનાવી હત્યારાઓનું પગેરું મેળવવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ભરૂચના વાલીયાની ગણેશ ગાર્ડન સોસાયટીના મકાન નંબર આઠમાંથી શિક્ષક દંપતીનો લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.આ મામલામાં વાલીયા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.મૃતક જીતેન્દ્રસિંહ બોડાદરા વિજયનગર પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા જ્યારે તેમના પત્ની લતાબેન બોડાદરા ભીલોડ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા.
સમગ્ર દિવસ દરમિયાન મકાન બંધ રહેતા પાડોશીઓને કંઈક અજુકતું લાગ્યું હતું ત્યારે તેઓએ પોલીસને જાણ કરી હતી અને પોલીસે દરવાજો તોડી અંદર જોતા બન્નેના બેડરૂમમાંથી મૃતદેહ મળી આવ્યા હતા.મૃતકના સાળા ભરતસિંહ ગોહિલે હત્યા અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી છે
આ તરફ પોલીસે ક્રાઈમ બ્રાન્ચ,સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને લોકલ પોલીસની ત્રણ ટીમ બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે સોસાયટીની આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ચકાસ્યા છે અને પરિવારજનોની પૂછપરછ કરવામાં આવી રહી છે શિક્ષક દંપતિ વ્યાજે નાણા આપવાનો વ્યવસાય પણ કરતા હતા ત્યારે આ એંગલ પર પણ પોલીસ તપાસ ચલાવી રહી છે.આ ઉપરાંત વાલિયા ટાઉનમાં પોલીસે ધામાં નાખી ડબલ મર્ડરની કડી મેળવવા પ્રયાસ શરૂ કર્યા છે.
Read the Next Article

ભરૂચ : આર.કે.કાસ્ટા સ્થિત રોટરી ડાયગ્નોસ્ટિક સેન્ટરમાં પેથોલોજી-રેડિયોલોજીની આધુનિક સુવિધાઓનો પ્રારંભ કરાયો...

ભરૂચ શહેરના આર.કે.કાસ્ટા કોમ્પ્લેક્સ સ્થિત શ્રોફ પુનમચંદ દેવચંદ રોટરી ડાયગ્નોસ્ટિક સેન્ટરમાં પેથોલોજી અને રેડિયોલોજી માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે

New Update
  • આર.કે.કાસ્ટા સ્થિત રોટરી ડાયગ્નોસ્ટિક સેન્ટરનું નિર્માણ

  • પેથોલોજી-રેડિયોલોજી માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ

  • ખરીદેલા નવા સાધનો અને નવા મશીનોનું ઉદ્ઘાટન કરાયું

  • રોટરી ડિસ્ટ્રિક્ટ ગવર્નરના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું

  • મોટી સંખ્યામાં રોટેરિયન સભ્યો-આમંત્રિતોની ઉપસ્થિતિ

ભરૂચ શહેરના આર.કે.કાસ્ટા કોમ્પ્લેક્સ સ્થિત શ્રોફ પુનમચંદ દેવચંદ રોટરી ડાયગ્નોસ્ટિક સેન્ટરમાં પેથોલોજી અને રેડિયોલોજી માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છેત્યારે આજરોજ નવા ખરીદેલા સાધનો અને મશીનોનું રોટરી ડિસ્ટ્રિક્ટ ગવર્નરના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

વર્ષ 2023-24 રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રેસીડેન્ટ રોટેરિયન રિઝવાના તલકીન જમીનદારએ શ્રોફ પુનમચંદ દેવચંદ રોટરી ડાયગ્નોસ્ટિક સેન્ટર નામના કાયમી પ્રોજેક્ટ માટે વૈશ્વિક ગ્રાન્ટ શરૂ કરી હતી. ભરૂચ શહેરના આર.કે.કાસ્ટા કોમ્પ્લેક્સ સ્થિત શ્રોફ પુનમચંદ દેવચંદ રોટરી ડાયગ્નોસ્ટિક સેન્ટરમાં દરેક સમાજના વંચિત વર્ગને પેથોલોજી અને રેડિયોલોજી પરીક્ષણમાં બજાર દર કરતાં 50 ટકાના રાહત દરે સેવા આપવામાં આવે છેત્યારે પેથોલોજી અને રેડિયોલોજી સેન્ટરમાં આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.

પેથોલોજી વિભાગમાં 4 નવા અતિ-આધુનિક પેથોલોજી મશીન તેમજ રેડિયોલોજી વિભાગમાં એક નવીનતમ અલ્ટ્રાસાઉન્ડ સોનોગ્રાફી મશીનથી આ સેન્ટર સજ્જ થયું છેત્યારે આજરોજ રોટરી ડિસ્ટ્રિક્ટ ગવર્નર અમરદીપ સિંહ બુનેટરોટરી ક્લબ ઓફ ભરૂચના વર્તમાન પ્રમુખ સી.એ. ભાવેશ હરિયાણી સહિત રોટેરિયન સભ્યોના હસ્તે નવા ખરીદેલા સાધનો અને મશીનોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સાથે જ નગરજનોને પણ અદ્ધતન સુવિધાઓનો લાભ લેવા રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા અપીલ કરવામાં આવી છે. આ પ્રસંગે ભૂતપૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર પ્રશાંત જાનીપરાગ શેઠપુનમ શેઠડો. વિક્રમ પ્રેમકુમારઇલા શાહડૉ. અશોક કાપડિયા સહિત મોટી સંખ્યામાં રોટેરિયન સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.