ભરૂચ: મનરેગા કૌભાંડમાં હાંસોટના 4 ગામોમાં પોલીસની તપાસ, પંચકેસ સહિતની પ્રક્રિયા પૂર્ણ કરાય

ભરૂચમાં પણ મનરેગા કૌભાંડ બહાર આવ્યું છે.જેમાં બે એજન્સીએ મળી 11 ગામોમાં મનરેગા હેઠળ થયેલા કામોમાં ગેરરીતિ આચરી રૂપિયા 19.64 લાખ સરકાર પાસે વસૂલ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાય 

New Update
  • ભરૂચમાં બહાર આવ્યું મનરેગા કૌભાંડ

  • 3 તાલુકાના ગામોમાં કૌભાંડ આચરાયું

  • પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

  • ગામોમાં પંચકેસ સહિતની પ્રક્રિયા શરૂ કરાય

  • 9 પોલીસકર્મીઓનો તપાસ ટીમમાં સમાવે સમાવેશ થાય છે 

ભરૂચ જિલ્લામાં બહાર આવેલ મનરેગા કૌભાંડમાં પોલીસની ટીમ દ્વારા આજરોજ હાંસોટ તાલુકાના 4 ગામોમાં તપાસ કરી પંચકેસ સહિતની કાર્યવાહી કરી હતી ભરૂચમાં પણ મનરેગા કૌભાંડ બહાર આવ્યું છે.જેમાં બે એજન્સીએ મળી 11 ગામોમાં મનરેગા હેઠળ થયેલા કામોમાં ગેરરીતિ આચરી રૂપિયા 19.64 લાખ સરકાર પાસે વસૂલ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાય  હતી.આ બે એજન્સીઓમાં વેરાવળની જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એજન્સીનો સમાવેશ થાય છે. આ મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડા દ્વારા સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે. જેમાં 3 અધિકારીઓ અને 6 પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે. આ અંગે તપાસ અધિકારી આર.એમ.વસાવાએ જણાવ્યુ હતું કે ટીમ દ્વારા આજરોજ હાંસોટ તાલુકાના સમલી, કંટીયાજાળ, બોલાવ અને સુણેવખુદ ગામમાં તપાસ કરવામાં આવી હતી.પોલીસકર્મીઓ દ્વારા પંચકેસ સહિતની કાર્યવાહી કરવામાં આવી છે.ભરૂચ જિલ્લાના કુલ 56 ગામોમાં 7.30 કરોડનું કૌભાંડ આચરાયુ હોવાની આશંકા પોલીસ ફરિયાદમાં વ્યક્ત કરવામાં આવી છે જેમાં હાંસોટ તાલુકાના સૌથી વધુ ગામોનો સમાવેશ થાય છે.

Latest Stories