New Update
/connect-gujarat/media/media_files/2025/03/29/bFWEUZySBe26piEYEYHc.jpg)
ભરૂચ શહેર એ ડિવિઝન અને પાલેજ પોલીસે ઉમરાજ અને ટંકારીયા ગામે કતલના ઇરાદે બાંધી રખાયેલ ગૌ વંશને મુક્ત કરાવી આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસને જીવદયા પ્રેમીનાઓ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે નવી નગરી ઉમરાજ ખાતે રહેતા યાસીન ઉંમરજી નામનો ઇસમે ગૌવંશ કતલ કરવાના ઇરાદે લાવી રાખેલ છે જેથી પોલીસ ટીમ દ્વારા નવીનગરી ઉમરાજ ખાતે જઇ દરોડા પાડતા ગૌવંશના 2 વાછરડા તથા 1 વાછરડીને ક્રુરતાપુર્વક ટુંકા દોરડાથી કતલ કરવાના ઇરાદે બાંધી રાખેલ હાલતમાં મળી આવ્યા હતા.
પોલીસે યાસીન ઉમરજીના રહેવાના ઘર સામે પતરાની કેબિનમાંથી મળી આવેલ અલગ-અલગ સાઇઝના છરા, કોઇતા, પેચીયા તથા ગૌવંશની કતલ કરવા માટે વપરાતુ લાકડુ કબ્જે કરી ગૌ વંશને મુક્ત કરાવ્યા હતા અને આરોપીની ધરપકડ કરી હતી.
પાલેજ પોલીસ મથકના કર્મીઓને બાતમી મળી હતી કે ટંકારીયા ગામે પારખેત ગામ તરફ જવાના રોડ પર અમદાવાદી તવા ફ્રાય નામની હોટલની પાછળ આવેલ કોલોનીમાં રહેતા અશરફ ડાહ્યા તથા તેના સાગરીતો સાથે મળી ગૌવંશ જેવા પશુનું કટિંગ કરે છે, તે મુજબની મળેલ બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા કતલ કરેલ ગાયના અવશેષો અને 2 ગાય મળી રૂ. 31 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પોલીસે આરોપી સુરપાલ સેકડીયા બામણીયા ઉ. વ.૪૨, રહે-મૂળ-બિલજર ગામ, તડવી ફળીયું, તા.ભાભરા જી.અલીરાજપૂર (મધ્યપ્રદેશ)ની ધરપકડ કરી છે જ્યારે અન્ય 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.
Latest Stories