ભરૂચ: ગંગુબહેન હડકર હાઈસ્કૂલમાં પ્રોજેક્ટ પ્રદર્શન યોજાયુ,વિદ્યાર્થીઓએ 135 કૃતિ રજૂ કરી

અખિલ હિંદ મહિલા પરિષદ ભરૂચ શાખા સંચાલિત ડૉ. ગંગુબહેન હડકર હાઈસ્કૂલ ખાતે પ્રોજેકટ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update

ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

ગંગુબહેન હડકર હાઈસ્કૂલમાં આયોજન કરાયુ

પ્રોજેકટ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ લીધો ભાગ

135 કૃતિઓ રજૂ કરવામાં આવી

શિક્ષણ જગતના આગેવાનો રહ્યા ઉપસ્થિત

અખિલ હિંદ મહિલા પરિષદ ભરૂચ શાખા સંચાલિત ડૉ. ગંગુબહેન હડકર હાઈસ્કૂલ ખાતે પ્રોજેકટ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચના સોનેરી મહલ ખાતે આવેલ અખિલ હિંદ મહિલા પરિષદ ભરૂચ શાખા સંચાલિત ડૉ. ગંગુબહેન હડકર હાઈસ્કૂલમાં  પ્રોજેક્ટ પ્રદર્શન 2024 -25નું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું ઉદ્ઘાટન જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન સંજય સિંહ સિંધાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બોરભાઠા પ્રાથમિક શાળાના આચાર્યા  કિરણ પટેલ, કુકરવાડા પ્રાથમિક શાળાના આચાર્યા નીરાલી  પટેલ અખિલ હિંદ મહિલા પરિષદ ભરૂચના પ્રમુખ વિલાસ જગદિશવાલા ,ટ્રસ્ટી બિપીનચંદ્ર જગદીશવાલા, શાળાના આચાર્ય મનહર વાઘેલા તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.આ પ્રદર્શનમાં શાળાના  બાળકોએ વિવિધ વિષયની 135  કૃતિઓ રજૂ કરી હતી.
Latest Stories