ભરૂચ:મહિલા કોંગ્રેસ દ્વારા યોજાયું વિરોધ પ્રદર્શન, ભાજપના રાજમાં દીકરીઓ સુરક્ષિત ન હોવાના આક્ષેપ

ભાજપ સરકારના રાજમાં દીકરીઓ સુરક્ષિત ન હોવાના આક્ષેપ સાથે ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું....

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • મહિલા કોંગ્રેસ દ્વારા આયોજન

  • વિરોધ પ્રદર્શન યોજાયું

  • ભાજપના રાજમાં દીકરીઓ સુરક્ષિત ન હોવાના આક્ષેપ

  • મોટી સંખ્યામાં મહિલા આગેવાનો જોડાયા

ભાજપ સરકારના રાજમાં દીકરીઓ સુરક્ષિત ન હોવાના આક્ષેપ સાથે ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
શહેરના રેલવે સ્ટેશન નજીક મહિલા કોંગ્રેસની કાર્યકરોએ મીણબત્તી પ્રજ્વલિત કરી દુષ્કર્મ અને હત્યાનો ભોગ બનેલ પીડિતાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.પ્રદર્શન દરમિયાન મહિલા કાર્યકરોએ દેશ અને રાજ્યમાં મહિલાઓ પર વધી રહેલા અત્યાચાર અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે આક્ષેપ કર્યો હતો કે ભાજપ સરકારના શાસનમાં દીકરીઓ સુરક્ષિત નથી અને મહિલાઓની સુરક્ષા માટે સરકાર તરફથી પૂરતા પગલાં લેવામાં આવતા નથી.આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિ તડવી સહિત મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો જોડાયા હતા. કાર્યકરોએ મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા સરકારને કડક પગલાં લેવા માંગ કરી હતી.
Latest Stories