ભરૂચમાં વિવિધ સંગઠનો દ્વારા ભારત બંધના એલાનના સમર્થનમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું. સુપ્રીમ કોર્ટના અનામત અંગેના નિર્ણય બાબતે આગેવાનોએ ભેગા મળી વિરોધ નોંધાવ્યો હતો
સુપ્રીમ કોર્ટના જજની બેચ દ્વારા દેશમાં SC-ST અનામતમાં ક્રિમીલેયરની લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ કાયદો સરકાર લાવે એ પહેલા વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજરોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે જે અંતર્ગત ભરૂચમાં વિવિધ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. ભરૂચના રેલવે સ્ટેશન સ્થિત ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા અને ત્યાર બાદ સૂત્રોચ્ચાર દ્વારા વિરોધ નોંધાવાયો હતો.આગેવાનો દ્વારા આ નિર્ણય રદ્દ કરવાની માંગ કરવામાં આવી છે અને જો માંગ ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ તરફ ભરૂચમાં બંધના એલાનને કોઈ સમર્થન સાંપડ્યું ન હતું