ભરૂચ: બે દિવસથી વરસાદી માહોલ, વાલીયામાં 2 તો નેત્રંગમાં 1.5 ઇંચ વરસાદ

સમગ્ર રાજ્યમાં હવે નૈઋત્યનું ચોમાસુ જામ્યું છે ત્યારે ભરૂચ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વર્ષો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી

New Update

સમગ્ર રાજ્યમાં હવે નૈઋત્યનું ચોમાસુ જામ્યું છે ત્યારે ભરૂચ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વર્ષો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી

રાજ્યમાં હવે દક્ષિણ ગુજરાતમાંથી ચોમાસુ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે ત્યારે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ભરૂચ જિલ્લાના નવ તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. જેના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે

ભરૂચ જિલ્લામાં વરસેલ  વરસાદના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો અંકલેશ્વરમાં એક ઇંચ, આમોદમાં છ મીલીમીટર, જંબુસરમાં ચાર મિલિમિટર, ઝઘડિયામાં એક ઇંચ, નેત્રંગમાં દોઢ ઇંચ, ભરૂચમાં પાંચ મિલીમીટર, વાગરામાં આઠ મિલીમીટર,વાલીયામાં બે ઇંચ અને હાંસોટમાં 11 મીલીમીટર વરસાદ નોંધાયો હતો. ગુજરાતના હવામાન વિભાગ દ્વારા આવનારા ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

Read the Next Article

ભરૂચ : નિકોરાના આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ,800થી વધુ બહેનોએ લીધો લાભ

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે 13 વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

New Update
  • સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન વિષય પર યોજાઈ શિબિર

  • નિકોરા આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે યોજાઈ શિબિર

  • રાજપૂત સમાજની દીકરીઓ માટે કરાયું આયોજન

  • 800થી વધુ રાજપૂત દિકરીઓએ લીધો શિબિરમાં ભાગ

  • રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘના હોદેદારોનું કરાયું સન્માન

ભરૂચના નિકોરા આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાઈ હતી. જેમાં800થી વધારે બહેનોએ આ શિબિરનો લાભ લીધો હતો.

ભરૂચ તાલુકાના નિકોરા ગામેમાં નર્મદા નદીના કિનારે આનંદીમાં ધ્યાની ધામ આશ્રમ ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પ્રેરિત મહિલા સંઘ અને યુવા પાંખ ભરૂચ જિલ્લા દ્વારા આયોજિત સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિરમાં800બહેનોએ શિબિરનો લાભ લીધો હતો.

નિકોરા ધ્યાની ધામ આનંદીમાં આશ્રમ ખાતે13વર્ષથી વધુ વયની રાજપુત દીકરીઓ માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ આધુનિક યુગમાં પરિવારમાં સાંસ્કૃતિક સમસ્યાઓ થાય છેમેરેજ પછી  પોતાના જીવનમાં મૂલ્યવાન સમજણ આવે સાસરિયામાં પણ સંયુક્ત કુટુંબ સાથે રહી સમાજ અને પોતાનું નામ રોશન કરે તેવા ઉમદા હેતુથી સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં800થી વધુ દીકરીઓએ ઉપસ્થિત રહી પોતાના જીવનમાં પરિવર્તન માટેની હાંકલ  કરી હતી. આ સાથે જ આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના નવ  નિયુક્ત હોદ્દેદારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

Latest Stories