ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસ દ્વારા રાત્રી દરમિયાન ચોરી કરવા આવતા ચોરો બાબતે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ અફવાઓથી સાવચેત રહેવા જાહેર જનતા જોગ સંદેશ આપ્યો.
અમુક લોકો દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવા મેસેજો વાયરલ કરી ભરૂચ જિલ્લાની શાંતિ ડહોરવાનો પ્રયત્ન કરે છે જેના કારણે ગ્રામજનોમાં ભય વ્યાપી રહેલ છે.
ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસ મથક દ્વારા ઝઘડિયા તાલુકાના પોલીસ મથક વિસ્તારોમાં રાત્રી દરમિયાન ચોરો ચોરી કરવા આવતા હોવાના મેસેજ અફવાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર વાયરલ થઈ રહેલ છે, આવા મેસેજો બાબતે સાવચેત રહેવા રાજપારડી પોલીસ દ્વારા જણાવાયું છે, રાજપારડી પોલીસે જાહેર જનતા જોગ સંદેશમાં જણાવ્યું છે કે પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા જિલ્લા પોલીસ વતી હાલમાં જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી, ઉમલ્લા ઝઘડિયા ગ્રામ્ય વિસ્તારમાં રાત્રી દરમિયાન ચોરો ચોરી કરવા આવતા હોવાની અફવાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર વાયરલ થઈ રહેલ છે.
જે સોશિયલ મીડિયાના જવાબદાર નાગરિક તરીકે જવાબદારી પૂર્વક ઉપયોગ કરવા માટે જાહેર જનતાને સાવચેતીના પગલાં રૂપ અપીલ કરવામાં આવી હતી કે રાજપારડી ઉમલ્લા ઝઘડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા કેટલા સમયથી રાત્રી દરમિયાન ચોરો ચોરી કરવાના ઇરાદે આવતા હોવાની અફવાઓ અમુક લોકો દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાઇરલ કરી ભરૂચ જિલ્લાની શાંતિ ડહોળવાના પ્રયત્નો કરે છે, જેથી ગ્રામજનોમાં ભય વ્યાપી રહેલ છે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવી અફવાઓ ફેલાવવી કે આવા અફવા ભર્યા મેસેજ ફોરવર્ડ કરવા તે આઈટી એકટ મુજબ ગુનો બને છે, જેથી આવી અફવા ઉપર ધ્યાન ન આપવા અને આવા મેસેજો મળ્યે થી આપના નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે, સોશિયલ મીડિયા પર આવી અફવાઓથી ગ્રામ્ય વિસ્તારમાં આવતા અજાણ્યા ઈસમોને જરૂરી પૂછપરછ વગર શારીરિક માર મારવામાં આવે છે, જેનાથી કોઈ મોટી ઘટના બની શકે તે નકારી શકાય નહીં, પરંતુ આવી ખોટી અફવાઓ ફેલાવનાર અથવા આવી ખોટી અફવાઓ શેર કરનાર ઇસમો વિરુદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું, આપની સુરક્ષા માટે ભરૂચ જિલ્લા પોલીસ સદેવ આપની સાથે છે, આમ દેશના એક જવાબદાર નાગરિક તરીકેની આપણી જવાબદારી સ્વીકારી ખોટી માહિતી કે અફવા ફેલાવાથી દૂર રહેવા ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે.