New Update
ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે આયોજન
રાજપૂત મહિલા ઉત્કર્ષ સમિતિ દ્વારા આયોજન
મહિલાઓ માટે પ્રદર્શનીનો કરાયો પ્રારંભ
નગર પ્રમુખ વિભૂતિ યાદવ રહ્યા ઉપસ્થિત
30 મહિલાઓએ સ્ટોલ લગાવ્યા
ભરૂચમાં રાજપૂત મહિલા ઉત્કર્ષ સમિતિ દ્વારા સમાજની મહિલાઓ માટે બે દિવસીય પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે જેનું નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિ યાદવના હસ્તે ઉદ્ઘાટન કરાયુ હતું
શ્રી ગુજરાત ભરૂચ હિતવર્ધક મંડળ સંચાલિત રાજપૂત મહિલા ઉત્કર્ષ સમિતિ દ્વારા ભરૂચ સ્થિત રાજપૂત છાત્રાલય ખાતે બે દિવસીય એક્ઝિબિશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન ભરૂચ પાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવના હસ્તે કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ અંતર્ગત રાજપૂત સમાજની આત્મનિર્ભર મહિલાઓ માટે સ્થાનિક ઉત્પાદન અને હસ્તકલા વસ્ત્રોનું વિતરણ અને પ્રદર્શન યોજાયું હતું.
પ્રદર્શન સ્થળે સાડી, ચણિયાચોળી, દરબારી સાડી, રાખડી, હેન્ડમેડ કટલરી, કોસ્મેટિક્સ, હર્બલ કેર ઉત્પાદનો, હોમ ડેકોર સહિત અનેક પ્રકારની બ્યુટીક અને હસ્તશિલ્પ સામગ્રીનાં સ્ટોલ લાગ્યા છે. અહીં 30થી વધુ મહિલાઓએ પોતાના સ્ટોલ લગાવી કૃતિઓનું વેચાણ કરી પોતાની કુશળતા લોકો સમક્ષ રજૂ કરી હતી.રાજપૂત મહિલા ઉત્કર્ષ સમિતિ દ્વારા છેલ્લા દસ વર્ષથી સમાજની મહિલાઓના આત્મવિશ્વાસના વૃદ્ધિ હેતુસર આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
Latest Stories