ભરૂચ: તમામ તાલુકા મથકોએ રવિ કૃષિ મહોત્સવની ઉજવણી, ખેડૂતોને સાધન સહાયનું વિતરણ

ભરૂચ સહિત જિલ્લાના તમામ તાલુકા મથકે રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ખેડૂતોને વિવિધ યોજનાકીય લાભો અર્પણ કરી પ્રોત્સાહિત કરાયા હતા

New Update
  • ભરૂચના તમામ 9 તાલુકામાં ઉજવણી

  • રવિ કૃષિ મહોત્સવની ઉજવણી

  • ખેડૂતોને સાધન સહાયનું કરાયુ વિતરણ

  • કૃષિ પેદાશ વેચાણ અને પ્રદર્શનનું પણ આયોજન

  • અધિકારીઓ-પદાધિકારીઓ રહ્યા ઉપસ્થિત

ભરૂચ સહિત જિલ્લાના તમામ તાલુકા મથકે રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ખેડૂતોને વિવિધ યોજનાકીય લાભો અર્પણ કરી પ્રોત્સાહિત કરાયા હતા
ગુજરાત રાજય સરકાર દ્વારા ખેડૂતોને રવિ સીઝનમાં રવિ પાકો વિષે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડુતલક્ષી વિવિધ યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર જે રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૪ની ભરૂચ જિલ્લાના દરેક તાલુકાઓમાં ઉજવણી કરવામાં આવી હતી.ભરૂચના ઝાડેશ્વર ખાતે યોજાયેલ તાલુકા કક્ષાના કૃષિ મહોત્સવમાં તાલુકા પ્રમુખ કૌશિક પટેલ,તાલુકા પંચાયત સભ્ય અરવિંદ વાધેલા, ભરૂચ મામલતદાર માધવી મિસ્ત્રી સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કૃષિ મહોત્સવ દરમિયાન કૃષિ, બાગાયત, આત્મા પ્રોજેકટ, પશુપાલન, મત્સઉદ્યોગ, મિલેટસમાંથી બનાવેલ વાનગીઓનું પ્રદર્શન, સેલ્ફ હેલ્પ ગ્રુપ, પ્રાકૃતિક કૃષિ પેદાશ વેચાણ અને પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
Read the Next Article

ભરૂચ: નેત્રંગના ચાસવડની દૂધ ડેરીમાંથી રૂ.5 લાખના ઘીની ચોરીનો મામલો, સભાસદોએ કરી ઉગ્ર રજુઆત

ભરૂચના નેત્રંગમાં આવેલ 4 દૂધ ડેરીમાંથી રૂપિયા પાંચ લાખથી વધુની કિંમતના 900 કિલો ઘીની ચોરીના મામલે રાજકારણ ઘરમાં આવ્યું છે સભાસદો એ ડેરી ખાતે જઈ ઉગ્ર રજૂઆત કરી હતી

New Update
  • ભરૂચના નેત્રંગના આવેલી છે દુધડેરી

  • ચાસવડ દૂધ ડેરીમાંથી ઘીની ચોરી

  • રૂ.5 લાખની કિંમતના ઘીની ચોરી

  • સભાસદોએ ડેરી પર કરી ઉગ્ર રજુઆત

  • ચોરી કરનારને કડક સજા અપાવવાની માંગ

ભરૂચના નેત્રંગમાં આવેલ 4 દૂધ ડેરીમાંથી રૂપિયા પાંચ લાખથી વધુની કિંમતના 900 કિલો ઘીની ચોરીના મામલે રાજકારણ ઘરમાં આવ્યું છે સભાસદો એ ડેરી ખાતે જઈ ઉગ્ર રજૂઆત કરી હતી
ભરૂચના ટ્રાઇબલ વિસ્તાર એવા નેત્રંગની ચાસવડ દૂધ ડેરીમાંથી રૂપિયા 5 લાખથી વધુની કિંમતના 900 કિલો ઘીની ચોરીનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ અંગેના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા હતા ત્યારે નેત્રંગ પોલીસે ફરિયાદ નોંઘી તપાસ હાથ ધરી છે આ તરફ ડેરીમાંથી એક સાથે 900 કિલો ઘીની ચોરી થતા રાજકારણ પણ ગરમાયું છે ત્યારે નેત્રંગ તાલુકા ભાજપના પ્રમુખ મનસુખ વસાવા, જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન રાયસિંગ વસાવા સહિતના સભાસદોએ ડેરી ખાતે જઈ રજૂઆત કરી હતી. તેઓએ ઘીની ચોરીના મામલે નિષ્પક્ષ તપાસ અને ચોરી કરનારને કડક સજા અપાવવાની માંગ કરી હતી.
આ તરફ ચોરીની ઘટનામાં અંદરના જ કોઈ વ્યક્તિ સંડોવાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.આ અંગે સભાસદોએ જણાવ્યું હતું કે  ચાસવડ ડેરીમાં અગાઉ પણ કૌભાંડની ફરીયાદ થઈ હતી પરંતુ ન્યાય આપવામાં આવ્યો નથી.આદિવાસી થઈને આદિવાસીને ધમકાવવામાં આવી રહ્યા છે તે યોગ્ય નથી.