New Update
/connect-gujarat/media/media_files/2025/05/14/WWWyGfX3RHeQ3VtgxThs.jpeg)
ભરૂચ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા જિલ્લાના રોજગારઇચ્છુકોને રોજગારી પ્રાપ્ત થાય તેવા હેતુસર ડો.બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરતીમેળામાં ૬ જેટલા નોકરીદાતાઓ હાજર રહ્યા હતા. જેમાં ૭૮ જેટલા ઉમેદવારો હાજરી આપી હતી. જેમાંથી ૩૭ જેટલા ઉમેદવારોની નોકારીદાતા દ્વારા પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. આ ભરતીમેળઆમાં ટેલી કોલર, ટ્રેનર, માર્કેટિંગ એક્ઝીક્યુટીવ, હેલ્પર, ઇન્સ્યોરન્સ એડવાઇઝર વગેરેની જગ્યા માટે ૧૮ થી ૪૦ વર્ષની વયમર્યાદા તેમજ ૧૦ પાસ/૧૨ પાસ/ગ્રેજ્યુએટ પાસની લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધરાવનાર માટે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી ભરતીમેળાનું આયોજન કરાયું હતું.
Latest Stories