ભરૂચ ભાડભૂત બેરેજ જમીન સંપાદનનો મામલો, વર્તમાન જંત્રી પ્રમાણે ભાવ મળે તેવી ખેડૂતોની માંગ

ભાડભૂત બેરેજ યોજનામાં ખેડૂતોને 2011 પ્રમાણે 13 વર્ષ જુના ભાવો ચૂકવી અન્યાય શા માટે એ પ્રશ્ન ઉદ્ભભવ્યો છે.ગામની 1610 વીંઘા જમીન બેરેજમાં સંપાદિત થઈ રહી છે.

New Update

ભાડભૂત બેરેજમાં જમીન સંપાદનનો મામલો

અંકલેશ્વરના ધંતુરિયા ગામના ખેડૂતોની ચીમકી

નવી જંત્રી મુજબ વળતર આપવા માંગ

માંગ ન સંતોષાય તો કામગીરી બંધ કરાવવાની ચીમકી

68 વિધવા મહિલાઓ જમીન વિહોણી બને એવી શક્યતા

અંકલેશ્વર તાલુકાના ખેડૂતોની ભાડભૂત બેરેજ યોજનામાંમહામૂલી જમીનના સંપાદન માટેની કવાયત કરવામાં આવીછે,પરંતુ મૂલ્યવાન જમીનના વળતર માટે ભારે અસમાનતાથી ખેડૂતો ચિંતાગ્રસ્ત બની ગયા છે. તરીયાધંતુરીયા,સરફુદ્દીન,જૂના બોરભાઠા બેટ,જૂના બોરભાઠા,તેમજ સક્કરપોર ગામની ફળદ્રુપ અંદાજીત800 હેકટર જમીનનુંસંપાદન કરવામાં આવ્યું છે,અને સરકાર દ્વારા વર્તમાન જંત્રી મુજબ ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાંઆવે તેવી માંગ કરવામાં આવી છે.   ..

સરકારના ડ્રિમ પ્રોજેક્ટ અને ભરૂચ જિલ્લાના હિતમાં ભાડભૂત બેરેજ યોજનાનુંનિર્માણ કાર્ય હાલમાં ચાલી રહ્યું છે,પરંતુ નર્મદા નદીના દક્ષિણ કાંઠે વસેલા અંકલેશ્વર તાલુકાનાતરીયાધંતુરીયા,સરફુદ્દીન,જૂના બોરભાઠા બેટ,જૂના બોરભાઠા,સક્કરપોર ગામની ફળદ્રુપ અંદાજીત800 હેકટર જમીનનુંસંપાદનનીગતિવિધિ ઘણા સમયથી ચાલી રહી છેજોકે યોગ્ય વળતરમાં સરકાર દ્વારા ભેદભાવને કારણે હાલમાં ખેડૂતોનાલલાટે ચિંતાની લકીર ઉપસી આવી છે.

ભાડભૂત બેરેજ યોજનામાંસંપાદનમાં જતી જમીનમાં તરીયા ગામની947 વીંઘા,ધંતુરીયાની 1610 વીંઘા,સક્કરપોરની 655 વીંઘા,જુના બોરભાઠા396 વીંઘા,જુના બોરભાઠા બેટ416 વીંઘા અને સરફુદ્દીન ગામની242 વીંઘા મળીને કુલ4266 વીંઘા એટલે કે અંદાજીત691 હેકટર જમીન સંપાદન કરવામાં આવશે.

જોકે પોતાની મહામૂલી જમીન સંપાદન કરીને સરકારનેસોંપતા ખેડૂતો વળતરની અસમાનતાથીસરકારના નિર્ણયથી નારાજછે. ખેડૂતોનાજણાવ્યા મુજબ સરકાર વર્ષ2011 મુજબની જંત્રી મુજબ વળતર ચૂકવવા માટે તૈયારછે,પરંતુ વર્તમાન બજાર ભાવ અને હાલના જંત્રી મુજબ ખેડૂતોને જમીનનું વળતર ચૂકવવામાંઆવે તેવી માંગખેડૂતો કરી રહ્યાછે.ધંતુરિયા ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ તંત્રએ તેમની ફળદ્રુપ જમીનનેબંજર બતાવી પ્રતિ ચોરસ મીટરે માત્ર300 આસપાસનો વળતરનો આપેલો ભાવ અન્યાય સમાન હોવાનીવેદના વ્યક્ત કરી છે.

જ્યારે ભાડભુત ગામે વળતર પ્રતિ ચોરસ મીટર રૂપિયા625 ,તરિયામાં535 ગણાયું છે.ધંતુરિયાગામથી રિલાયન્સગેઇલ, ONGC સહિત પાંચ કંપનીનીખરાબાની જમીનના ભાવ સરકારે936 ચો.મીટરના લીધા છે. ત્યારે ખેડૂતોને2011 પ્રમાણે13 વર્ષ જુના ભાવોચૂકવી અન્યાય શા માટે એ પ્રશ્ન ઉદ્ભભવ્યો છે.ગામની1610 વીંઘા જમીન બેરેજમાંસંપાદિત થઈ રહી છે.

અસરગ્રસ્ત ખેડૂતો એકવીંઘનાજમીનમાં વર્ષેથી અઢી લાખની ઉપજમેળવે છે ત્યારે તેમનેથીલાખનું મળનાર વળતર ખેડુત મિટાવી મજૂર બનાવી દેશેએવી દહેશત વ્યક્ત કરવામાં આવી છે.જો સરકાર હાલના બજાર ભાવનવી જંત્રી મુજબ ન્યાયિક વળતર ન ચૂકવે તો ગામનાઅસરગ્રસ્ત ખેડૂતો બેરેજની કામગીરી અટકાવશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

ભાડભૂત બેરેજ યોજનામાંસંપાદન જતી જમીનમાં અંદાજીત200 થી વધુ તો વિધવા મહિલાઓની જમીન છે,જેમાં ધંતુરીયા ગામની98 વિધવા મહિલાઓ છે,એક વીંઘા જમીનમાં શાકભાજીનોપાક તૈયાર કરીને પરિવારનું ગુજરાન ચલાવતી વિધવા68 મહિલાઓપાસે તો સંપાદન પછી કોઈ જમીન જ રહેતી નથી,અને તેમનું જીવનધોરણ ચલાવવું પણ મુશ્કેલ રૂપ બની જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઇ શકે છે.

Read the Next Article

ભરૂચ: રંગવાટીકા સોસા.માં મકાનની સેફટી ટેન્કમાં ખાબકેલ આખલાનું મોત, ફાયર વિભાગે મૃતદેહ બહાર કાઢ્યો

ભરૂચ શહેરની રંગવાટિકા સોસાયટી વિસ્તારમાં નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના હિરેન શાહ અને રમેશ દવેને કોઈ અજાણ્યા શખ્સે ફોન કરી માહિતી આપી હતી કે

New Update
IMG-20250710-WA0004

ભરૂચ શહેરની રંગવાટિકા સોસાયટી વિસ્તારમાં નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના હિરેન શાહ અને રમેશ દવેને કોઈ અજાણ્યા શખ્સે ફોન કરી માહિતી આપી હતી કે આ વિસ્તારના એક નવા બાંધકામમાં બનાવવામાં આવેલી સેફ્ટી ટાંકીમાં એક આંખલો પડી ગયો છે.

માહિતિ મળતાની સાથે જ બંને ટ્રસ્ટી તાત્કાલિક પોતાની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તપાસ દરમ્યાન આ સેફ્ટી ટાંકીમાં એક આંખલો મૃત હાલતમાં જોવા મળ્યો હતો. બાદમાં તાત્કાલિક ભરૂચ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી તેમનો સહકાર લેવામાં આવ્યો હતો.ફાયર વિભાગની ટીમે ટાંકામાંથી મૃત આખલાને બહાર કાઢી પોતાની કામગીરી પૂરી કરી હતી. ત્યારબાદ ટ્રસ્ટના સ્વયંસેવકો દ્વારા આખલાની અંતિમ વિધિ કરાઈ હતી