ભરૂચ ભાડભૂત બેરેજ જમીન સંપાદનનો મામલો, વર્તમાન જંત્રી પ્રમાણે ભાવ મળે તેવી ખેડૂતોની માંગ

ભાડભૂત બેરેજ યોજનામાં ખેડૂતોને 2011 પ્રમાણે 13 વર્ષ જુના ભાવો ચૂકવી અન્યાય શા માટે એ પ્રશ્ન ઉદ્ભભવ્યો છે.ગામની 1610 વીંઘા જમીન બેરેજમાં સંપાદિત થઈ રહી છે.

New Update

ભાડભૂત બેરેજમાં જમીન સંપાદનનો મામલો

અંકલેશ્વરના ધંતુરિયા ગામના ખેડૂતોની ચીમકી

નવી જંત્રી મુજબ વળતર આપવા માંગ

માંગ ન સંતોષાય તો કામગીરી બંધ કરાવવાની ચીમકી

 68 વિધવા મહિલાઓ જમીન વિહોણી બને એવી શક્યતા

અંકલેશ્વર તાલુકાના ખેડૂતોની ભાડભૂત બેરેજ યોજનામાં મહામૂલી જમીનના સંપાદન માટેની કવાયત કરવામાં આવી છે,પરંતુ મૂલ્યવાન જમીનના વળતર માટે ભારે અસમાનતા થી ખેડૂતો ચિંતાગ્રસ્ત બની ગયા છે. તરીયાધંતુરીયા,સરફુદ્દીન,જૂના બોરભાઠા બેટ,જૂના બોરભાઠા,તેમજ સક્કરપોર ગામની ફળદ્રુપ અંદાજીત 800 હેકટર જમીનનું સંપાદન કરવામાં આવ્યું છે,અને સરકાર દ્વારા વર્તમાન જંત્રી મુજબ ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.   ..

સરકારના ડ્રિમ પ્રોજેક્ટ અને ભરૂચ જિલ્લાના હિતમાં ભાડભૂત બેરેજ યોજનાનું નિર્માણ કાર્ય હાલમાં ચાલી રહ્યું છે,પરંતુ નર્મદા નદીના દક્ષિણ કાંઠે વસેલા અંકલેશ્વર તાલુકાના તરીયાધંતુરીયા,સરફુદ્દીન,જૂના બોરભાઠા બેટ,જૂના બોરભાઠા,સક્કરપોર ગામની ફળદ્રુપ અંદાજીત 800 હેકટર જમીનનું સંપાદનની ગતિવિધિ ઘણા સમયથી ચાલી રહી છેજોકે યોગ્ય વળતરમાં સરકાર દ્વારા ભેદભાવને કારણે હાલમાં ખેડૂતોના લલાટે ચિંતાની લકીર ઉપસી આવી છે.

ભાડભૂત બેરેજ યોજનામાં સંપાદનમાં જતી જમીનમાં તરીયા ગામની 947 વીંઘા,ધંતુરીયાની 1610 વીંઘા,સક્કરપોરની 655 વીંઘા,જુના બોરભાઠા 396 વીંઘા,જુના બોરભાઠા બેટ 416 વીંઘા અને સરફુદ્દીન ગામની 242 વીંઘા મળીને કુલ 4266 વીંઘા એટલે કે અંદાજીત 691 હેકટર જમીન સંપાદન કરવામાં આવશે.

જોકે પોતાની મહામૂલી જમીન સંપાદન કરીને સરકારને સોંપતા ખેડૂતો વળતરની અસમાનતાથી સરકારના નિર્ણયથી નારાજ છે. ખેડૂતોના જણાવ્યા મુજબ સરકાર વર્ષ 2011 મુજબની જંત્રી મુજબ વળતર ચૂકવવા માટે તૈયાર છે,પરંતુ વર્તમાન બજાર ભાવ અને હાલના જંત્રી મુજબ ખેડૂતોને જમીનનું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. ધંતુરિયા ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ તંત્રએ તેમની ફળદ્રુપ જમીનને બંજર બતાવી પ્રતિ ચોરસ મીટરે માત્ર 300 આસપાસનો વળતરનો આપેલો ભાવ અન્યાય સમાન હોવાની વેદના વ્યક્ત કરી છે.

જ્યારે ભાડભુત ગામે વળતર પ્રતિ ચોરસ મીટર રૂપિયા 625 ,તરિયામાં 535 ગણાયું છે.ધંતુરિયા ગામથી રિલાયન્સગેઇલ, ONGC સહિત પાંચ કંપનીની ખરાબાની જમીનના ભાવ સરકારે 936 ચો.મીટરના લીધા છે. ત્યારે ખેડૂતોને 2011 પ્રમાણે 13 વર્ષ જુના ભાવો ચૂકવી અન્યાય શા માટે એ પ્રશ્ન ઉદ્ભભવ્યો છે.ગામની 1610 વીંઘા જમીન બેરેજમાં સંપાદિત થઈ રહી છે.

અસરગ્રસ્ત ખેડૂતો એક વીંઘના જમીનમાં વર્ષે થી અઢી લાખની ઉપજ મેળવે છે ત્યારે તેમને થી લાખનું મળનાર વળતર ખેડુત મિટાવી મજૂર બનાવી દેશે એવી દહેશત વ્યક્ત કરવામાં આવી છે.જો સરકાર હાલના બજાર ભાવનવી જંત્રી મુજબ ન્યાયિક વળતર ન ચૂકવે તો ગામના અસરગ્રસ્ત ખેડૂતો બેરેજની કામગીરી અટકાવશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

ભાડભૂત બેરેજ યોજનામાં સંપાદન જતી જમીનમાં અંદાજીત 200 થી વધુ તો વિધવા મહિલાઓની જમીન છે,જેમાં ધંતુરીયા ગામની  98 વિધવા મહિલાઓ છે,એક વીંઘા જમીનમાં શાકભાજીનો પાક તૈયાર કરીને પરિવારનું ગુજરાન ચલાવતી વિધવા 68 મહિલાઓ પાસે તો સંપાદન પછી કોઈ જમીન જ રહેતી નથી,અને તેમનું જીવનધોરણ ચલાવવું પણ મુશ્કેલ રૂપ બની જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઇ શકે છે.

#Bhadbhut Barrage scheme #ભાડભૂત બેરેજ યોજના #જમીન સંપાદન #Bhadbhut Barage Yojana #Bhadbhut Farmer #ભાડભૂત ગામ
Here are a few more articles:
Read the Next Article