New Update
-
નિવૃત્ત પોલીસકર્મીઓનું સેવાકાર્ય
-
પીવાના પાણીની પરબ શરૂ કરાઇ
-
શ્રમિકો માટે પરબ શરૂ કરાય
-
રિટાયર્ડ પોલીસ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે સેવાકાર્યો
-
ગ્રુપ સાથે 185 નિવૃત્ત પોલીસકર્મીઓ છે જોડાયેલા
ભરૂચના સેકન્ડ ઇનિંગ રિટાયર્ડ પોલીસ ગ્રુપ દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં શ્રમિકો અને વટેમાર્ગુઓ માટે પીવાના પાણીની પરબ શરૂ કરવામાં આવી છે ભરૂચના સેકન્ડ ઇનિંગ રિટાયર્ડ પોલીસ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય કાર્ય કરવામાં આવે છે ત્યારે આ ગ્રુપ દ્વારા વધુ એક સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.
ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે શ્રમિકો અને વટેમાર્ગુઓને તકલીફ ન પડે તે માટે રિટાયર્ડ પોલીસ ગ્રુપ દ્વારા પાણીની પરબ શરૂ કરવામાં આવી છે જેમાં રેલ્વે સ્ટેશન ચોકી, ભરૂચ બસ સ્ટોપ, ઝાડેશ્વર ચોકડી સહિતના વિસ્તારોમાં પાણીની પરબ શરૂ કરવામાં આવી છે.
જેમાં પાણીના 10-10 જેટલા જગ મુકવામાં આવ્યા છે.રીટાયર્ડ પોલીસ ગ્રુપમાં 185 જેટલા નિવૃત્ત પોલીસ કર્મીઓ જોડાયા છે તેઓ દ્વારા સમયાંતરે વિવિધ સેવા કાર્યો કરવામાં આવે છે.
Latest Stories