ભરૂચ: રાજપારડીના GMDCને જોડતો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં

રાજપારડીની માધવપૂરા ફાટકથી જી.એમ.ડી.સી.ને જોડતો માર્ગ અતિ બિસ્માર બનતા માર્ગ પરથી લોડીંગ વાહનો પસાર થતાં ટાયરો ફાટવા સાથે કમાન પાટા પણ તૂટી જતાં હોવાની બૂમ ઉઠી છે.

author-image
By Connect Gujarat Desk
New Update
ભરુચના ઝઘડિયાના રાજપારડી ગામના માધવપૂરા ફાટકથી જી.એમ.ડી.સી.ને જોડતો માર્ગ બિસ્માર બનતા સિલિકા વાહન કરતાં વાહનોના માલિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભરુચ જિલ્લામાં ચોમાસની સિઝનમાં તમામ માર્ગો ચંદ્રની ધરા જેવા બિસ્માર બન્યા છે.ત્યારે રાજપારડીની માધવપૂરા ફાટકથી જી.એમ.ડી.સી.ને જોડતો માર્ગ અતિ બિસ્માર બનતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.
આ માર્ગ પરથી લોડીંગ વાહનો પસાર થતાં ટાયરો ફાટવા સાથે કમાન પાટા પણ તૂટી જતાં હોવાની બૂમ ઉઠી છે.આ અંગે જી.એમ.ડી.સી. અને પી.ડબલ્યુ ડી વિભાગમાં રજૂઆત કરતાં બંને વિભાગ એક બીજા ઉપર ખો નાખતા હોવાના આક્ષેપ ટ્રાન્સપોર્ટના સંચાલકો તેમજ વાહન ચાલકોએ કર્યા હતા ત્યારે બે દિવસમાં પગલાં ભરવામાં નહીં આવે તો સિલિકાના વાહનો બંધ કરવા સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
Latest Stories