ભરૂચમાં વોર્ડ નંબર 1માં વિકાસ કાર્ય
નેશનલ પાર્કમાં માર્ગનું નિર્માણ
લોકભાગીદારીથી માર્ગનું નિર્માણ કરાયુ
નગર સેવકોના હસ્તે લોકાર્પણ
સ્થાનિકોની સુવિધામાં વધારો
ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર એકમાં બાયપાસ ચોકડી પાસે આવેલ નેશનલ પાર્ક સોસાયટીમાં મસ્જિદ તરફ જવાના રસ્તાનું લોકાર્પણ વોર્ડ નંબર એકના કાઉન્સિલર સલીમ અમદાવાદી અને એમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતુ.આ પ્રસંગે વોર્ડ નંબર-1ના નગર સેવક હેમેન્દ્ર કોઠીવાલા, ઝુલ્ફીકાર રાજ, સોસાયટીના પ્રમુખ અબ્દુલ કામઠી, સામાજિક આગેવાન જાવેદ પટેલ, ઇબ્રાહીમ કલકલ, આગેવાન બસીર બોક્સર તેમજ સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા હતા.
માર્ગ માટે રૂપિયા ૩.૫૦ લાખ નગર સેવા સદન દ્વારા ફાળવવામાં આવ્યા હતા અને વધારાના રૂપિયા 1.40 લાખનો ખર્ચ સોસાયટીના રહીશો દ્વારા કરવામાં આવ્યો હતો. આ માર્ગનું નિર્માણ થતાં રહીશોની વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે.