ભરૂચ: કસક વિસ્તારમાં રસ્તાઓ ચીકણા થયા, ન.પા.એ  સફાઈ માટે કામદારો નહીં પરંતુ ફાયર ટેન્ડર મોકલ્યા !

નગર સેવાસદને સાફ-સફાઈ માટે કામદારો નહીં પરંતુ ફાયર બ્રિગેડ મોકલ્યું હતું.ફાયર બ્રિગેડના જવાનોએ ફાયર ટેન્ડરની મદદથી ચીકણા રસ્તા સાફ કર્યા..

New Update
ભરૂચમાં ચોમાસા દરમિયાન રસ્તાઓ ચીકણા થઈ જતા વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. શહેરના કસક વિસ્તારમાં ચીકણા રસ્તા પર ટુવિલર સ્લીપ થઈ જવાની ઘટના બની હતી.
આ અંગેની જાણ નગર સેવાસદનને કરાતા નગર સેવાસદને સાફ-સફાઈ માટે કામદારો નહીં પરંતુ ફાયર બ્રિગેડ મોકલ્યું હતું.ફાયર બ્રિગેડના જવાનોએ ફાયર ટેન્ડરની મદદથી ચીકણા રસ્તા સાફ કર્યા હતા. જેનો વિડીયો પણ વાયરલ થયો છે ત્યારે ફાયર બ્રિગેડ આવા કામો માટે હોય છે કે કેમ તે સહિતના પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે.