New Update
-
ભરૂચમાં વિકાસના કામોનો ધમધમાટ
-
ભોલાવ-ઝાડેશ્વરમાં માર્ગોનું કરાશે નિર્માણ
-
રૂ.56 લાખનો ખર્ચ કરવામાં આવશે
-
ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત
-
સ્થાનિકોની વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે
ભરૂચની ભોલાવ અને ઝાડેશ્વર ગ્રામપંચાયતમાં નિર્માણ પામનાર વિકાસના વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું
રાજ્ય સરકારની નોન પ્લાન ગ્રાન્ટમાંથી રૂપિયા 56.85 લાખના ખર્ચે ભરૂચની ભોલાવ ગ્રામ પંચાયતમાં આવેલ રંગકૂટીર સોસાયટી તેમજ ઝાડેશ્વર ગ્રામ પંચાયતમાં આવેલ ચામુંડા માતાજીના મંદિરની પાછળ રંગ દર્શન અને શ્રીપાદ સોસાયટીને જોડતા માર્ગનું નિર્માણ કાર્ય થવા જઈ રહ્યું છે જેનો આજરોજ ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે બન્ને કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ રમેશ મિસ્ત્રી ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ નિમિષાબહેન પરમાર,ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહ પરમાર તેમજ સ્થાનિક આગેવાનો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.માર્ગો બિસ્માર હોવાના કારણે સ્થાનિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા ત્યારે માર્ગોનું નવીનીકરણ થતા તેમની વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે.
Latest Stories