ભરૂચ: વોર્ડ નંબર-6ની ચાર સોસા.માં રૂ.1.73 કરોડના ખર્ચે માર્ગોનું કરાશે નવીનિકરણ, MLA રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહુર્ત

ભરૂચ નગર સેવાસદનના વોર્ડ નંબર 6માં આવેલ 4 સોસાયટીઓમાં રૂપિયા 1.73 કરોડના ખર્ચે નિર્માણ પામનાર સી.સી. રોડ અને પેવર બ્લોકના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

New Update
  • ભરૂચમાં વિકાસના કામોનો ધમધમાટ

  • વોર્ડ નંબર 6માં વિકાસ કામો

  • 4 સોસા.માં માર્ગોનું કરાશે નવનિર્માણ

  • રૂ.1.73 કરોડનો કરવામાં આવશે ખર્ચ

  • ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત

Advertisment
ભરૂચ નગર સેવાસદનના વોર્ડ નંબર 6માં આવેલ 4 સોસાયટીઓમાં રૂપિયા 1.73 કરોડના ખર્ચે નિર્માણ પામનાર સી.સી. રોડ અને પેવર બ્લોકના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ભરૂચ નગરમાં છેલ્લા ઘણા દિવસોથી વિકાસ કાર્યોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે  મુખ્યમંત્રી સ્વર્ણિમ સડક યોજના અંતર્ગત ભરૂચ નગર સેવાસદનના વોર્ડ નંબર છ માં આવેલ રાધાકૃષ્ણ સોસાયટી, જનકપુરી સોસાયટી,ચિત્રકૂટ સોસાયટી અને પ્રસાદ સોસાયટીમાં રૂપિયા 1.73 કરોડના ખર્ચે નિર્માણ પામનાર સી.સી.રોડ અને પેવરબ્લોકના કાર્યનું ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિ યાદવ સહિત સ્થાનિક નગરસેવકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ સોસાયટીઓમાં માર્ગ બનાવવાની વર્ષોથી માંગ હતી જેને ધ્યાનમાં લઈને આ ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છેમ વોર્ડ નંબર 6નો પાછળથી ભરૂચ નગર સેવા સદનમાં સમાવેશ કરાયો હતો ત્યારે મુખ્યમંત્રીની આઉટરીટ યોજના અંતર્ગત કુલ આઠ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે જે અંતર્ગત આ વિકાસ કાર્યો થઈ રહ્યા છે.
Advertisment
Latest Stories