New Update
-
અંકલેશ્વર સબજેલનો બનાવ
-
લૂંટના ગુનાના આરોપીનું મોત
-
બીમારીના કારણે મોત નિપજ્યું
-
મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો
-
ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તપાસ શરૂ કરી
અંકલેશ્વરના બી ડિવિઝન પોલીસ મથકમાં ધાડ અને લૂંટના ગુનામાં સંડોવાયેલા આરોપીનું ભરૂચની સિવિલ હોસ્પિટલમાં બીમારી દરમિયાન મોત નીપજ્યું હતું. આ મામલે બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં એક વર્ષ અગાઉ નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રક ચાલકોને નિશાન બનાવી તેમને માર મારી લૂંટી લેવાના મામલે ગુનો નોંધાયો હતો. આ મામલે ભરૂચ LCB ટીમે આરોપી રામલાલ કંજરની અટકાયત કરીને તપાસ માટે બી ડીવીઝન પોલીસ મથકે સોપવામા આવ્યો હતો ત્યાં તેની તપાસ બાદ તેને અંકલેશ્વર સબ જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. જ્યાં તે તબિયત બગડતા તેને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.ત્યાં ટૂંકી સારવાર બાદ રામલાલ કંજરનું મૃત્યુ નિપજ્યું હતું. મામલે અંક્લેશ્વર ઇન્ચાર્જ ડીવાયએસપી અને બી ડિવિઝન પીઆઈ વી.યુ.ગડરિયાએ ભરૂચ સીવીલ હોસ્પિટલ પર પહોંચી ભરૂચ પ્રાંત અધિકારી મનીષા મનાણીની હાજરીમાં મૃત્યુ અંગે વધુ તપાસ માટે અને સાચી સ્થિતિ સ્પષ્ટ થાય તે હેતુથી પેનલ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Latest Stories