ભરૂચ : કલરવ શાળા ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ-ફેમિના દ્વારા સગર્ભા મહિલા-ધાત્રી માતાઓ માટે માર્ગદર્શન શિબિર યોજાય

ભરૂચના સ્ટેશન રોડ સ્થિત કલરવ શાળા ખાતે ગર્ભવતી મહિલા અને ધાત્રી માતાઓના માર્ગદર્શન માટે રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમીના દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
kalrav

સગર્ભા મહિલાઓને ગર્ભાવસ્થા તેમજ ધાત્રી માતાઓને ડિલિવરી બાદ બાળકોના સર્વાંગી વિકાસ અને બાળકોના ઉછેર માટે ઉપયોગી બાબતો પર માર્ગદર્શન આપવા હેતુ ભરૂચની કલરવ શાળા ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમીના દ્વારા વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચના સ્ટેશન રોડ સ્થિત કલરવ શાળા ખાતે ગર્ભવતી મહિલા અને ધાત્રી માતાઓના માર્ગદર્શન માટે રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમીના દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ડોક્ટર પ્રગતિ બારોટ અને ડોક્ટર મધુમિતા દ્વારા માતાઓ અને બહેનોને ગર્ભાવસ્થા દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતો તેમજ ડિલિવરી બાદ બાળકોના સર્વાંગી વિકાસ અને બાળકોના ઉછેર માટે ઉપયોગી બાબતો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભરૂચ શહેરમાં આવતી 30 જેટલી આંગણવાડીઓમાં રજીસ્ટર થયેલ તમામ ગર્ભવતી માતાઓ અને ધાત્રી માતાઓ માર્ગદર્શન મેળવવા માટે ઉપસ્થિત રહી હતી.

રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમીના દ્વારા આ તમામ માતાઓ અને બહેનોને ફ્રૂટ તેમજ સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું. તમામ બહેનોને આરોગ્ય વિભાગ દ્વારા ચાંદીપુરા વાયરસથી બચવા માટેના ઉપાયો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સગર્ભા બહેનોનું વજનબ્લડપ્રેશર અને ડાયાબિટીસ ચેક કરવામાં આવ્યું હતું. મહિલા અને બાળ વિભાગ દ્વારા મહિલાઓને લગતી તમામ યોજનાઓ વિશે પૂરતી માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિનાના સેક્રેટરી રોટેરીયન શિલ્પા ઠક્કરપાસ્ટ પ્રેસિડેન્ટ રોટરિયન કિર્તી જોશી,મહિલા અને બાળ વિભાગના અધ્યક્ષ સુરભી તમાકુવાલારોટેરીયન રાની છાબરાગીતા પરમારસીડીપીઓ સરોજબેનમહિલા બાળ વિભાગના સેજલબેનકલરવ શાળાના આચાર્ય નીલા મોદીઆંગણવાડીની સુપરવાઇઝર બહેનો અને હેલ્પર બહેનો તેમજ મોટી સંખ્યામાં લાભાર્થી બહેનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Latest Stories