New Update
ભરૂચ શહેરમાં રોટરી કલબ ઓફ ભરૂચ હેરિટેજની સ્થાપના કરવામાં આવી છે ત્યારે હવે ભરૂચમા કુલ ૪ રોટરી ક્લબ કાર્યરત થઈ ગયા છે
ભૃગુકચ્છ ભરૂચ, ભારત દેશનુ વારાણસી પછી બીજું પૌરાણિક શહેર છે. જેનો ૮૦૦૦ વર્ષથી પણ જૂનો ઇતિહાસ અને વિશ્વના ઘણા દેશોના વ્યાપારી, વ્યાપાર માટે ભરૂચ પેહલી પસંદ હતી. રોટરી કલબ ઓફ ભરૂચ હેરિટેજના માધ્યમથી સમાજ સેવાને વેગ આપવા જાણીતા તબીબ એવા ડૉ.ઈરફાન પટેલે પ્રથમ પ્રમુખપદે શપથગ્રહણ કર્યા હતા. પ્રેસિડેન્ટ ઈલેક્ટ ડૉ.મિનહાજ પટેલ, ઉપપ્રમુખ - ડૉ. સુહેલ વાઝા, સમીર પટેલ - સેક્રેટરી, ડૉ પૂજા તાપિયાવાલા - જોઇન્ટ સેક્રેટરી, નઝીર પટેલ - ખજાનચી, ડૉ ઇકરામ મિર્ઝા - સાર્જન્ટ તરીકે નિમાયા હતા. સાથે સાથે એવેન્યૂ ચૈર અને મેમ્બર્સ મળી ને કુળ ૨૨ સભ્યોને IPDG રોટેરીયન નિહીર દવેનાં હસ્તે શપથગ્રહણ કરાવી પીન અર્પણ કરાઈ હતી.
રોટરી ક્લબ ઓફ ભરૂચના ભૂતપૂર્વ પ્રમુખ તલકીનભાઈ જમીનદાર ક્લબ એડવાઈઝર તરીકે આ ક્લબને પૂરું માર્ગદર્શન આપશે.હોટલ રંગ ઈન ખાતે આયોજિત આ કાર્યક્રમમા જીવન જ્યોત હોસ્પિટલના ડૉ.કેતન દોશી અતિથિવિશેષ પદે ખાસ ઉપસ્થિત રહયા હતા.આમંત્રતિતોમાં AG અશ્વિન મોદી AG વિજયસીંહ રણા, IPP રીઝવાના ઝમીનદારે માર્ગદર્શન પુરુ પાડયુ હતુ.
Latest Stories