ભરૂચ: રનીંગ ક્લબ દ્વારા ચાંપાનેરથી પાવાગઢ મહાકાળી માતાના મંદિર સુધી પાવથોન યોજાય, 55 દોડવીરોએ લીધો ભાગ

ચાંપાનેરથી પાવાગઢ મહાકાળી માતાના મંદિર સુધી આ દોડવીરોએ દોડતા દોડતા રસ્તા પરનું વેસ્ટ પ્લાસ્ટિક ઉઠાવ્યું હતું અને એનો નિકાલ એ.આર.જી ગ્રુપ દ્વારા કરવામાં આવ્યો

New Update
Bharuch Running Club

ભરૂચ રનીંગ ક્લબ અને એ.આર.જી ગ્રુપ વડોદરા દ્વારા પાવાથોન 4.0 નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચથી 55 જેટલા રનર્સ પાવાગઢ ખાતે પહોંચ્યા હતા અને 40 જેટલા વોલેન્ટિયર ત્યાં ઉપસ્થિત રહ્યા હતા ગત બે વર્ષ જેમ આ વર્ષે પણ ચાંપાનેરથી પાવાગઢ મહાકાળી માતાના મંદિર સુધી આ દોડવીરોએ દોડતા દોડતા રસ્તા પરનું વેસ્ટ પ્લાસ્ટિક ઉઠાવ્યું હતું અને એનો નિકાલ એ.આર.જી ગ્રુપ દ્વારા કરવામાં આવ્યો હતો.

આનો મુખ્ય ઉદ્દેશ પ્લાસ્ટિક મુક્ત ભારત, ગ્રીન ઇન્ડિયા, ક્લીન ઇન્ડિયા, ફીટ  ઇન્ડિયાનો હતો. દરેક દોડવીરોને તથા વોલેન્ટિયર્સને ગોધરા DSP હિમાંશુ સોલંકી દ્વારા મોમેન્ટો આપીને પ્રોત્સાહિત કર્યા હતા. પ્રોગ્રામમાં પોલીસ વિભાગ અને એડમિનિસ્ટ્રેશન વિભાગ પણ હાજર રહ્યો હતો અને આ ઉમદા કાર્યમાં સહાય કરવા બદલ, ભરૂચ રનીંગ ક્લબ તથા એ આર જી ગ્રુપે પોલીસ વિભાગ તથા એડમિનિસ્ટ્રેશન વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો

Latest Stories