-
ઝઘડિયાના પીઢ કોંગ્રેસના અગ્રણીનું નિધન
-
ઉત્તર પ્રદેશની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
-
રૂમાલપુરા ગામે પાર્થિવદેહને દર્શન માટે લવાયો
-
અંતિમ યાત્રામાં રાજકીય અગ્રણીઓ જોડાયા
-
પરિવારજનોને પાઠવી સાંત્વના
ભરૂચ જિલ્લાના ઝઘડિયાના પીઢ કોંગ્રેસી અગ્રણી દલપતસિંહ વસાવાનું દુઃખદ નિધન થયું હતું,આ દુઃખની ઘડીમાં કોંગ્રેસના અગ્રણીઓએ તેમને શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના કોંગ્રેસ અગ્રણી અને પીઢ નેતા એવા દલપતસિંહ વસાવાનું ગતરોજ ટૂંકી માંદગી બાદ નિધન થતા તેઓની અંતિમ યાત્રા આજે નીકળી હતી.જેમાં રાજકીય, સામાજિક અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
કોંગ્રેસના પીઢ અને વર્ષોથી કોંગ્રેસ પાર્ટી સાથે રહીને બે ટર્મ ઝઘડિયા વિધાનસભામાં ઉમેદવાર તરીકે રહી ચૂકેલા દલપતસિંહ વસાવાનું ગતરોજ ઉતર પ્રદેશના મેરઠની હોસ્પિટલમાં ટૂંકી માંદગી બાદ નિધન થયું હતું.તેમના પાર્થિવ દેહને વતન ઝઘડીયા તાલુકાના રૂમાલપૂરા ખાતે લાવવામાં આવ્યો હતો.
જ્યાં તેઓના નિવાસસ્થાનેથી અંતિમ યાત્રા નીકળી હતી, કોંગ્રેસના પીઢ નેતા દલપતસિંહનું નિધન થતા પંથકમાં તેમજ રાજકીય આલમમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.તેઓની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં રાજકીય અગ્રણીઓ તેમજ સામાજિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.