સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત કાર્યક્રમ યોજાયો
સાધના વિદ્યાલય દ્વારા સ્વચ્છતા રેલીનું આયોજન
જૂના ભરૂચના વિવિધ વિસ્તારમાંથી રેલીનું પ્રસ્થાન
વિદ્યાર્થીઓએ લોકોને સ્વચ્છતાનો સંદેશો આપ્યો
રેલીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ-શિક્ષકો જોડાયા
ભરૂચ શહેરના બળેલી ખો વિસ્તારમાં આવેલી સાધના વિદ્યાલય દ્વારા સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેરના બળેલી ખો વિસ્તાર સ્થિત શ્રીમતી વીકે ઝવેરી સાધના ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય દ્વારા સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સાધના વિદ્યાલયના આચાર્ય પરેશાબેન પંડ્યાએ સ્વચ્છતા રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. સ્વચ્છતા રેલી દ્વારા લોકો પોતાના જીવનમાં સ્વચ્છતાને સામેલ કરે અને સ્વચ્છ ભારતના સંકલ્પને સાકાર કરે તે હેતુનો સંદેશો વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવ્યો હતો. આ રેલી હાજીખાના બજાર, લલ્લુભાઈ ચકલા સહિતના વિસ્તારમાંથી પસાર થઈ સ્વચ્છતા અંગે પ્રજાજનોને જાગૃત કર્યા હતા. આ રેલીમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો જોડાયા હતા.