ભરૂચ : પોલીસ વેલ્ફેર સોસાયટી દ્વારા સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવનો પ્રારંભ

ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પોલીસ વેલ્ફેર સોસાયટી દ્વારા આયોજિત સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવ-2024માં ખેલૈયાઓએ પ્રથમ દિવસે ગરબાની રમઝટ બોલાવી મન મૂકી ગરબે ઘૂમ્યા હતા.

New Update

હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે નવરાત્રિ મહોત્સવનું આયોજન

પોલીસ વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિનું આયોજન

સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવ-2024નો પ્રારંભ

કલેક્ટરએસપી સહિતના અધિકારીઓની ઉપસ્થિતી

પ્રથમ નોરતે ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી

ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પોલીસ વેલ્ફેર સોસાયટી દ્વારા આયોજિત સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવ-2024માં ખેલૈયાઓએ પ્રથમ દિવસે ગરબાની રમઝટ બોલાવી મન મૂકી ગરબે ઘૂમ્યા હતા.

ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પોલીસ વેલ્ફેર સોસાયટી દ્વારા માઁ અંબાના આરાધનાના પર્વ નિમિત્તે સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવ-2024નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર માઁ અંબાની સ્થાપના સહિત આરતી ઉતારવામાં આવી હતી. ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા આ વર્ષે શહેરના મધ્યમાં આવેલા હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સેફ એન્ડ સિક્યોર નવરાત્રીનું નિઃશુકલ આયોજન મહિલા પોલીસ અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાપોલીસ વડા મયુર ચાવડા સહિતના અન્ય પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓની ઉપસ્થિતિમાં માતાજીની આરતી કર્યા બાદ ગરબાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં પ્રથમ નોરતે પીઆઈપીએસઆઈ સહિતના પોલીસ અધિકારીઓ પારંપરીક પોશાકમાં ગરબે ઘૂમ્યા હતા. આ સાથે જ યુવતીઓ સહિત અબાલ વૃદ્ધ સૌકોઈએ ગરબાની રમઝટ બોલાવી હતી.

Latest Stories