આમેના પાર્ક ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું
સૈખુલ ઈસ્લામ ટ્રસ્ટ-ભોલાવ શાખાનું ઉદ્દઘાટન કરાયું
સૈખૂલ ટ્રસ્ટ જરૂરિયાતમંદ લોકોની હંમેશા કરે છે મદદ
ઓલ ગુજરાત નિગ્રા સૈયદ મુઝગફ્ફર હુસેનની ઉપસ્થિતિ
મોટી સંખ્યામાં મહાનુભાવો-આમંત્રિતો ઉપસ્થિત રહ્યા
ભરૂચ આમેના પાર્ક ખાતે પયગંબર સાહેબના વંશજ હુજુર સૈખુલ ઈસ્લામ સૈયદ મોહંમદ મદની અશરફ અશરફીયુ જીલાનીના નામે સંચાલીત સૈખુલ ઈસ્લામ ટ્રસ્ટ-ભોલાવ શાખાનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.
જાનશીને સૈખુલ ઈસ્લામ સૈયદ હમઝા અશરફના નેતૃત્વ હેઠળ કોઈપણ જાતના ભેદભાવ વિના માનવ સેવાના ઉદ્દેશથી રચાયેલ સમગ્ર ભારતમા કાર્યરત પૈકી ભરૂચ-ભોલાવ સૈખુલ ઈસ્લામ ટ્રસ્ટનું ઉદઘાટન ટ્રસ્ટના ઓલ ગુજરાત નિગ્રા સૈયદ મુઝગફ્ફર હુસેનના હસ્તે કરવામાં આવ્યું હતું. સૈખૂલ ટ્રસ્ટ પરંપરાગત રીતે જરુરીયાતમંદોને સામાજીક, શૈક્ષિક, આર્થીક, આરોગ્ય, રોજગારને લગતી તેમજ દેશમાં આવતી કુદરતી આપત્તીઓમાં પ્રભાવીત લોકોની વ્હારે આવી માનવતાને મહેકાવતા કાર્યો કરે છે, ત્યારે ટ્રસ્ટ ભોલાવનું ઉદ્દઘાટન કાર્યક્રમ હાફિઝ ઈસાર કાદરીના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત તીલાવતે કુરાનથી કરવામાં આવી હતી. ત્યારબાદ ટ્રસ્ટના ઉદ્દેશો અને કાર્યો વિશે મુઝફફર બાપુએ પ્રકાશ પાડ્યો હતો, તેમજ સામાજિક કાર્યકર અબ્દુલ કામઠીએ ટ્રસ્ટના કામોને સાથે મળી આગળ વધારવાની અપીલ કરી હતી. આ પ્રસંગે સૈયદ અશરફી બાપુ, સૈયદ નઝીમ બાપુ, મૌલાના ગુલામ હુસેન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.